Cottonlite Festive Pack: આગામી નવા વર્ષમાં ઉત્તરાયણના તહેવારને ધ્યાનમાં રાખીને ફોર્ચ્યુન કોટનલાઇટ રિફાઇન્ડ કોટનસીડ ઓઇલ ફેસ્ટિવ પેક રજૂ કર્યું છે. પાક્કો ગુજરાતી ઝુંબેશ અંતર્ગત આ રિફાઇન્ડ કોટનસીડ ઓઇલ ફેસ્ટિવ પેક રજૂ કરવામાં આવ્યું છે.ફોર્ચ્યુન કોટનલાઇટ રિફાઇન્ડ કોટનસીડ ઓઈલ ફેસ્ટિવ પેક ઉત્તરાયણના પર્વ દરમિયાન મર્યાદિત સમયગાળા માટે સમગ્ર ગુજરાતમાં ઉપલબ્ધ રહેશે.
AWL એગ્રી બિઝનેસ લિમિટેડના જોઈન્ટ પ્રેસિડન્ટ- સેલ્સ એન્ડ માર્કેટિંગ મુકેશ મિશ્રાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં હેડક્વાર્ટર ધરાવતી કંપની તરીકે રાજ્ય સાથે અમારો સંબંધ ખૂબ જ વ્યક્તિગત છે. અમારા માટે ગુજરાત ફક્ત એક બજાર નથી, તે ઘર છે અને અમે અહીં જ વૃદ્ધિ પામ્યા છીએ.
આ ઝુંબેશનું અનાવરણ અમદાવાદમાં એક ઓન-ગ્રાઉન્ડ ઈવેન્ટમાં કરવામાં આવ્યું હતું, જ્યાં સુપ્રસિદ્ધ ગુજરાતી થિયેટર અને ફિલ્મ અભિનેતા-ડિરેક્ટર સિદ્ધાર્થ રાંદેરિયાની હાજરીમાં ફેસ્ટિવ પેક લોન્ચ કરવામાં આવ્યું હતું. ગુજરાતી ફિલ્મ જગત સાથે જોડાયેલા લોકપ્રિય ચહેરા અપરા મહેતા, ટીકુ તલસાણિયા અને પૂજા જોશી પણ ‘પાક્કો ગુજરાતી’ ઝુંબેશ સાથે સંકળાયેલ છે.
અમે જાણીએ છીએ કે કેવી રીતે ‘પાક્કો ગુજરાતી’ તેમના રસોડાના અતૂટ સ્વાદને ગર્વ અનુભવવામાં મદદરૂપ થાય છે. જે તેમની મજબૂત સંસ્કૃતિને રજૂ કરે છે. ભોજન એ પરિવારોને એકજૂટ રાખવાનું કામ કરે છે.
ખાસ કરીને ઉત્તરાયણ જેવા તહેવારોમાં. 'પાક્કો ગુજરાતી' ઝુંબેશ અને ફોર્ચ્યુન કોટનલાઇટ ફેસ્ટિવ પેક દ્વારા અમે તે બંધનની ઉજવણી કરી રહ્યા છીએ અને ગુજરાતી ઘરો સાથેના અમારા જોડાણને એકીકૃત કરતાં મજબૂત બનાવી રહ્યા છીએ.
