Veterinary Vaccine India: ભારતમાં એનિમલ હેલ્થકેરનો નવો યુગ શરૂ! વેટરિનરી વેક્સિન મેકર્સે VVIMA સંગઠન બનાવ્યુ

VVIMA એક બિન-સરકારી, બિન-લાભકારી સંસ્થા છે, જે ભારતના વેટરીનરી વેક્સિન મેન્યુફેક્ચરર્સના કલેક્ટિવ વોઈસ તરીકે સેવા આપશે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sat, 27 Sep 2025 09:14 PM (IST)Updated: Sat, 27 Sep 2025 09:14 PM (IST)
formation-of-the-veterinary-vaccine-india-manufacturers-association

Veterinary Vaccine India: ભારતના એનિમલ હેલ્થકેર સેક્ટર માટે એક ખાસ ડેવલોપમેન્ટ થયું છે, વેટરિનરી વેક્સિન મેન્યુફેક્ચરર્સ તાજેતરમાં વેટરિનરી વેક્સિન ઇન્ડિયા મેન્યુફેક્ચરર્સ એસોસિએશન (VVIMA)ની રચનાની જાહેરાત કરવા માટે એકઠા થયા હતા. VVIMA એક બિન-સરકારી, બિન-લાભકારી સંસ્થા છે, જે ભારતના વેટરીનરી વેક્સિન મેન્યુફેક્ચરર્સના કલેક્ટિવ વોઈસ તરીકે સેવા આપશે.

આ સંગઠન પોલિસી મેકર્સ, રેગ્યુલેટર્સ અને સ્ટેકહોલ્ડર્સ સાથે સક્રિયપણે સહયોગ કરશે. જેથી વેટરિનરી વેક્સિનમાં ઈન્નોવેશન, ક્વોલિટી મેન્યુફેક્ચરિંગ અને ગ્લોબલ કોમ્પેટિટિવનેસ માટે સક્ષમ ઇકોસિસ્ટમ બનાવવામાં આવે. આમા ભારતને પશુ રસીઓના સંશોધન, વિકાસ અને ઉત્પાદન માટે વૈશ્વિક કેન્દ્ર તરીકે સ્થાન આપવાની કલ્પના કરાઈ છે.

વન હેલ્થ કોન્સેપ્ટને આગળ વધારવા માટે પ્રતિબદ્ધ, VVIMA ઇફેક્ટિવ ઈમ્યુનાઈઝેશન સ્ટ્રેટેજિસ દ્વારા એનિમલ હેલ્થને પ્રોત્સાહન આપવામાં મુખ્ય ભૂમિકા ભજવશે, જેનાથી પ્રાણીઓમાં રોગોનું જોખમ, પ્રાણીઓ અને મનુષ્યો વચ્ચે રોગના સંક્રમણનું જોખમ તેમજ ગ્રામીણ ભારતમાં પશુપાલન સાથે સંકળાયેલા લોકોની આવકમાં સુધારો થશે.

25 સપ્ટેમ્બરના રોજ દિલ્હીમાં VVIMAના ફાઉન્ડિંગ મેમ્બર્સ અને પશુપાલન અને ડેરી વિભાગ વચ્ચે બેઠક યોજાઈ હતી, જેમાં રાજ્ય મંત્રી પ્રો. એસ. પી. સિંહ બઘેલ, સચિવ શ્રી નરેશ પાલ ગંગવાર, પશુપાલન કમિશનર ડો. પ્રવિણ મલિક અને અધિક સચિવ સુશ્રી વર્ષા જોશીએ VVIMAની કમિટમેન્ટ વ્યક્ત કરી હતી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના વિઝન સાથે સુસંગતતામાં, VVIMA R & D, ટેકનોલોજી એક્વિઝિશન, ઈન્નોવેશન અને રોબસ્ટ સપ્લાય-ચેઇન દ્વારા એનિમલ વેક્સિનમાં આત્મનિર્ભરતા પ્રાપ્ત કરવા માટે સરકાર સાથે નજીકથી કામ કરશે, જેનો મોટો ધ્યેય ભારતને વેટરિનરી વેક્સિન્સનો વૈશ્વિક સપ્લાયર બનાવવાનો છે.

ભારતમાં વટેરિનરી વેક્સિન માર્કેટ અંદાજે INR 20 બિલિયન (2,000 કરોડ) છે. જ્યારે વર્લ્ડ વેટરિનરી વેક્સિન માર્કેટ અંદાજે INR 1,000 બિલિયન (1 લાખ કરોડ) થી વધુનું છે.

  • ભારતમાં આઠ પ્રાઈવેટ સેક્ટરના વેટરિનરી વેક્સિન મેન્યુફેક્ચર્સ અને અનેક રાજ્ય માલિકીના વેટરિનરી વેક્સિન મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ છે.
  • ભારતમાં પશુચિકિત્સા રસીઓ મરઘી, ઢોર, ઘેટાં, બકરા, ડુક્કર અને પેટ ડિસિઝ સામે બનાવવામાં આવે છે.
  • વિવિધ નેશનલ અને સ્ટેટ ઈમ્યુનાઈઝેશન પ્રોગ્રામ હેઠળ, ભારત સરકાર ફૂટ અને માઉથ ડિસિસ (FMD), બ્રુસેલોસિસ, પેસ્ટ ડેસ પેટિટ્સ રુમિનેન્ટ્સ (PPR), ગોટ પોક્સ (લમ્પી સ્કિન ડિસીઝ માટે), અને ક્લાસિકલ સ્વાઇન ફીવર માટે વેક્સિન ખરીદે છે અને તેનું વિતરણ કરે છે; આ બધા સ્થાનિક રીતે ઉત્પાદિત થાય છે, મુખ્યત્વે ખાનગી ક્ષેત્ર દ્વારા પૂરા પાડવામાં આવે છે.
  • ભારત ગાય, ઘેટાં, બકરા અને ડુક્કર માટે પશુચિકિત્સા રસીઓમાં આત્મનિર્ભર છે.
  • ભારત ગાય, ઘેટાં, બકરા, મરઘાં અને પાલતુ પ્રાણીઓ માટે રસીઓ નિકાસ કરે છે.
  • ભારત મરઘીઓની રસીઓની ઓછી માત્રામાં નિકાસ કરે છે, છતાં ભારત મરઘી અને પાલતુ પ્રાણીઓ માટે ચોક્કસ રસીઓની આયાત પણ કરે છે.