FII Selling in Indian Stock Market:ભારતીય શેરબજારમાં વિદેશી સંસ્થાગત રોકાણકારો (FII)ની વેચવાલીનું ભારે દબાણ જોવા મળી રહ્યું છે. ભારતીય અર્થતંત્રમાં મજબૂતીના સંકેતો મળી રહ્યા હોવા છતાં FII ભારતના શેરબજારમાંથી પોતાની પોઝીશન સતત ઘટાડી રહ્યાં છે.
ડિસેમ્બર મહિનામાં અત્યારે સુધીમાં FII દ્વારા ભારતીય શેરબજારમાંથી રૂપિયા 22,864 કરોડની વેચવાલી કરી દીધી છે, જે એક ચિંતાજનક બાબત છે.
FII તરફથી સૌથી વધારે ફાયનાન્શિયલ સર્વિસિસ સેક્ટરમાં વેચવાલનું દબાણ છે. FIIએ આ સેક્ટરમાં ડિસેમ્બરની શરૂઆતના બે સપ્તાહમાં રૂપિયા 6,516 કરોડથી વધારે કિંમતના શેરની વેચવાલી કરવામાં આવી છે. નવેમ્બરમાં આ સેક્ટરમાંથી રૂપિયા 3,100 કરોડના શેર વેચવાલીનું દબાણ રહ્યું હતું.
IT-સર્વિસિસ પર દબાણ
ફાયનાન્શિયલ સેક્ટર બાદ ઈન્ફોર્મેશન ટેકનોલોજી (IT) અને સર્વિસિસ સેક્ટર FIIની વેચવાલીનો શિકાર બન્યા છે. ડિસેમ્બરના પ્રથમ પખવાડિયામાં આ બન્ને સેક્ટરમાંથી FIIs દ્વારા રૂપિયા 3,300-3,300 કરોડની જંગી વેચવાલી કરવામાં આવી છે.
નવેમ્બર મહિનામાં IT સેક્ટરમાં રૂપિયા 5,794 કરોડની ભારે વેચવાલી જોવા મળી હતી, જ્યારે સર્વિસિસ સેક્ટરમાંથી રૂપિયા 980 કરોડનું વેચાણ કરવામાં આવ્યું હતું. આ એ બાબત એ દિશામાં સંકેત આપી રહ્યા છે કે વૈશ્વિક અનિશ્ચિતતા તથા નબળી IT માંગની અસર હજુ પણ આ સેક્ટરમાં જોવા મળી રહી છે.
હેલથકેર-પાવરની વેચવાલી
હેલ્થકેર અને પાવર સેક્ટરમાંથી પણ ભારે વેચવાલીમાંથી બાકાર રહ્યા નથી. FIIએ હેલ્થકેરમાં રૂપિયા 2,351 કરોડ અને પાવર સેક્ટરમાં રૂપિયા 2,118 કરોડના શેરની વેચવાલી કરવામાં આવી છે. FMCG શેરમાં પણ દબાણ યથાવત રહ્યું છે, જ્યાં ડિસેમ્બરમાં અત્યાર સુધીમાં રૂપિયા 1,419 કરોડના આઉટફ્લો નોંધાયું છે.
કેપિટલ ગુડ્સ (Capital Goods) સેક્ટરમાં પણ આ ટ્રેન્ડ જોવા મળ્યો છે, જ્યાં નવેમ્બરમાં ખરીદી કરી રહેલા FII ડિસેમ્બરમાં રૂપિયા 1,218 કરોડની ચોખ્ખી વેચવાલી કરી હતી.
