ECB Rate Hike:યુરોપમાં સતત વધી રહેલી મોંઘવારીને અંકૂશમાં લેવા માટે યુરોપિયન સેન્ટ્રલ બેંક એટલે કે ECBએ ફરી એક વખત વ્યાજ દરોમાં વધારો કર્યો છે. ECBએ તેના ત્રણેય વ્યાજ દરોમાં 25 બેસિસ પોઇન્ટ એટલે કે 0.25 ટકાનો વધારો કર્યો છે. તે વર્ષ 2026માં ECB તરફથી બીજો વ્યાજ વધારો છે. આ નિર્ણય બાદ ડિપોઝીટ ફેસિલિટી રેટ 2.25 ટકાથી વધીને 2.50 ટકા થઈ ગયો છે. મેઈન રિફાયનાન્સિંગ રેટ 2.40 ટકાથી વધી 2.65 ટકા તથા માર્જીનલ લેન્ડિગ ફેસિલિટી રેટ 2.65 ટકાથી વધી 2.90 ટકા થઈ ગયો છે. નવા વ્યાજ દર 16 સપ્ટેમ્બર 2026થી લાગૂ થશે. બજારને 25 બેસિસ પોઇન્ટનો વધારો થાય તે અગાઉથી જ અંદાજ હતો.
હવે યુરોપમાં બેંકો માટે પૈસા અગાઉથી મોંઘા થયા છે. તેની અસર ધીમે ધીમે હોમ લોન, કાર લોન, બિઝનેસ લોન અને અન્ય પ્રકારની લોનને અસર જોવા મળે છે. ECBએ આ મુખ્ય પગલું મોંઘા એનર્જીની ઝડપભેર વધતી મોંઘવારીને કાબુમાં લેવા માટે પગલું ભરવામાં આવ્યું છે.
ECBની સૌથી મોટી પરેશાની મોંઘવારી છે. Euro Zoneમાં ઓગસ્ટ દરમિયાન મોંઘવારી દર 3.3 ટકા પહોંચી ગયો છે. જ્યારે ECBનો ટાર્ગેટ આ મીડિયમ ટર્મમાં 2 ટકા આસપાસ છે. ક્રુડ ઓઈલ 100 ડોલર પ્રતિ બેરલ ઉપર યથાવત છે. મધ્ય પૂર્વમાં જે તણાવ છે અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી સપ્લાઈ અસર થવાની આશંકાને પગલે ક્રુડ ઓઈલ અને કુદરતી ગેસની કિંમત પર દબાણ જોવા મળી રહ્યું છે.
આ સંજોગોમાં એનર્જી મોંઘી થઈ છે અને તેની અસર ખાદ્યાનથી લઈ સર્વિસિસ અને દૈનિક ચીજવસ્તુ પણ મોંઘી થઈ જશે. ECB વ્યાજ દર વધારીને આ ચેઈનને તોડવા ઈચ્છે છે. લોન મોંઘા થવાથી લોકો અને કંપનીઓ ઓછા પ્રમાણમાં ઉધાર લે છે. ખર્ચ અને રોકાણની ઝડપ કંઈક ઓછા થાય છે. ડિમાંડ ઘટવાથી કંપનીઓ માટે કિંમતો સતત વધારવી મુશ્કેલ થઈ જાય છે અને ધીમે ધીમે મોંઘવારી નીચે આવવા લાગે છે.
