ESIC Rules 2026:ESICએ કર્મચારીઓ માટે નવા નિયમો જાહેર કર્યાં, હવે બીમારીના સંજોગોમાં અલગથી ક્લેમ કરવો પડશે નહીં

ESIC New Rules 2026:એમ્પ્લોઈઝ સ્ટેટ ઈન્શ્યોરન્સ કોર્પોરેશન (ESIC) સાથે સંકળાયેલ કર્મચારીઓ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. ESIC દ્વારા નવા નિયમો રજૂ કર્યા છે, જે અંતર્ગત હવે ક્લેમને લગતી નવી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે અને ત્યારબાદ ક્લેમ હેઠળના પૈસા યોગ્યતા ધરાવતા કર્મચારીઓના ખાતામાં જમા થશે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Mon, 23 Nov 2026 12:14 PM (IST)Updated: Mon, 23 Nov 2026 12:14 PM (IST)
esic-has-announced-new-rules-for-employees-separate-claim-will-not-need-to-be-filed-in-the-event-of-illness

ESIC New Rules 2026:એમ્પ્લોઈઝ સ્ટેટ ઈન્શ્યોરન્સ કોર્પોરેશન (ESIC) સાથે સંકળાયેલ કર્મચારીઓ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. ESIC દ્વારા નવા નિયમો રજૂ કર્યા છે, જે અંતર્ગત હવે ક્લેમને લગતી નવી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે અને ત્યારબાદ ક્લેમ હેઠળના પૈસા યોગ્યતા ધરાવતા કર્મચારીઓના ખાતામાં જમા થશે.અલબત હવે કર્મચારીઓએ કોઈ પણ પ્રકારના ક્લેમ અથવા દસ્તાવેજી કામકાજની સ્થિતિનો સામનો કરવો પડશે નહીં.

બીમારી સંબંધિત ક્લેમને લગતા લાભો

ESICના નવા નિયમો પ્રમાણે યોગ્યતા ધરાવતા કર્મચારીઓને તેમની બીમારી સંબંધિત ક્લેમને લગતા લાભો મળે છે તે અંતર્ગત અલગથી ક્લેમ કરવાની કોઈ જ જરૂર પડશે નહીં અને ESIC પોતે જ પોતાના સ્તરે જ ક્લેમ સંબંધિત પ્રક્રિયા કરશે અને કર્મચારીના ખાતામાં પૈસા ડાયરેક્ટ જમા કરી દેવામાં આવશે. અલબત આ સંસ્થા દ્વારા આ નવો નિયમ ક્યારથી લાગુ થશે તે અંગે કોઈ ચોક્કસ માહિતી આપવામાં આવી નથી.
નવા નિયમની વિશેષતા શું છે

કંપનીને ESIC પોર્ટલ પર માહિતી

આ નવા નિયમની વિશેષતા એ છે કે યોગ્યતા ધરાવતા હોય તેવા કર્મચારીઓને અલગથી કોઈ જ ક્લેમ કરવાની જરૂર પડતી નથી. કર્મચારી જે કંપનીમાં કામ કરે છે તે કંપનીને ESIC પોર્ટલ પરથી જ દરેક મહિને જરૂરી હોય તેવા રિટર્નને રજૂ કરવાનું રહેશે. ESICના આ નવા નિયમોને કર્મચારી જ્યા વીમા વિનિયમ 2026 નામ આપવામાં આવ્યું છે અને તેણે વર્ષ 1950થી જે નિયમો હતા તેનું સ્થાન લીધુ છે.

ESICની પ્રક્રિયા વધારે સરળ

નવા નિયમોને લીધે એવા કર્મચારીઓને વિશેષ લાભ મળશે કે જે તેમના કામના સ્થળ પર કોઈ ઘટના કે અકસ્માતમાં ઈજાગ્રસ્ત થાય છે અને તેમના માટે અગાઉની તુલનામાં ESICની પ્રક્રિયા વધારે સરળ બની જશે. અગાઉ પોતાની સ્થિતિ અંગે ક્લેમ કરવાની જરૂર પડતી હતી, જે હવે ESIC દ્વારા ક્લેમ સંબંધિત પ્રક્રિયા મારફતે કર્મચારીને સીધો લાભ પહોંચાડી દેવામાં આવશે.