EPFO News:EPFOએ તેના કરોડો સબ્સ્ક્રાઈબર્સને દિવાળી અગાઉ મોટી સુવિધા પૂરી પાડી છે. હકીકતમાં કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાએ રવિવારે એક નવી ડિજિટલ સર્વિસિસની શરૂઆત કરી છે, જેના મારફતે પ્રોવિડેન્ટ ફંડ(PF) સબ્સ્ક્રાઈબર્સ હવે વ્હોટ્સએપ પર પોતાના અકાઉન્ટ બેલેન્સ ચેક કરી શકે છે.
તાજેતરના ટ્રાન્ઝેક્શન જોઈ શકે છે અને પાસબુકની માહિતી મેળવી શકે છે.
એટલે કે જો તમે પણ અત્યાર સુધી EPFOની વેબસાઈટ પર જઈને તમારી પાસબુક તપાસ કરવા માંગતા હોય તો તમે WhatApp મારફતે તેને જોઈ શકો છો. આજે આપણે આ અંગે વધુ માહિતી મેળવશું. સબ્સ્ક્રાઈબર્સ Hi લખીને માહિતી મેળવી શકે છે.
એમ્પ્લોઈ પ્રોવિડેન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન(EPFO)ના 74માં સ્થાપના દિવસ સમારંભ દરમિયાન શરૂ કરવામાં આવેલ આ સંસ્થાનો ઉદ્દેશ નિયમિત સેવા સુધી પહોંચને સરળ બનાવવાનો અને સભ્યો માટે ઓફિસોમાં જવાની જરૂર ઓછી કરવાનો છે.
EPFOના 74માં સ્થાપના દિવસ પ્રસંગે કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાએ નિષ્ક્રીય ખાતામાં EPF બેલેન્સ ઓટોમેટિક ટ્રાન્સફરની શરૂઆત કરી છે. જે સબ્સ્ક્રાઈબર્સના આધારે વેરિફાઈડ EPF ખાતા નિષ્ક્રીય છે અને તેમાં રૂપિયા 1000 સુધીની રકમ છે તેને અલગથી ક્લેમ ફાઈલ કરવાની જરૂર નથી.
