EPFO Latest: WhatsApp પર Hello લખી PFની સંપૂર્ણ માહિતી મેળવો,EPFOએ શરૂ કરેલી ખાસ સર્વિસ કેવી રીતે કામ કરશે?

હવે તમે તમારા PF ખાતા સંબંધિત માહિતી તથા અપડેટ્સ માટે EPFO ઓફિસના ધક્કા ખાવા પડશે નહીં તથા લાંબા સમય સુધી રાહ જોવાની પરેશાની રહેશે નહીં

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Wed, 20 May 2026 08:07 PM (IST)Updated: Thu, 21 May 2026 09:51 AM (IST)
epfo-launched-service-by-typing-hello-you-will-get-complete-informantion-about-pf-on-whatsapp-know-how-this-facility-work

EPFO New Service:દેશમાં કરોડોની સંખ્યામાં નોકરીયાત વર્ગ માટે મોટી રાહતની માહિતી સામે આવી છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે કે EPFO તેના ગ્રાહકોને માટે એક ખૂબ જ સરળ અને કામગીરીમાં સુવિધા આપતી સેવા શરૂ કરવા જઈ રહી છે. હવે તમે તમારા PF ખાતા સંબંધિત માહિતી તથા અપડેટ્સ માટે EPFO ઓફિસના ધક્કા ખાવા પડશે નહીં તથા લાંબા સમય સુધી રાહ જોવાની પરેશાની રહેશે નહીં. તમે સીધા જ તમારા વોટ્સએપ (EPFO WhatsApp Service) પર PFની સ્થિતિ તથા અપડેટ્સ મેળવી શકશો.

WhatsApp પર Hello લખીને શરૂ કરી શકાશે સર્વિસ

કેન્દ્રીય શ્રમ પ્રધા મનસુખ માંડવિયા (Mansukh Mandaviya)એ જણાવ્યું છે કે દેશમાં વ્હોટ્સએપનો ઉપયોગ કરનાર મોબાઈલ યુઝર્સની સંખ્યા ઘણી વધારે છે. આ સ્થિતિને જોતા EPFO આ લોકપ્રિય પ્લેટફોર્મ પર તેની સર્વિસ શરુ કરવાની યોજના ધરાવે છે.

EPFO વેરિફાઈડ વ્હોટ્સએપ નંબર

આ નવી સર્વિસ હેઠળ સભ્યએ EPFO વેરિફાઈડ વ્હોટ્સએપ નંબર (જેના પર Green Tick હશે) પર ફક્ત એક હેલ્લો મેસેજ (EPZFO Hello WhatApp) મોકલવાનો રહેશે. ત્યારબાદ તમારી વાતચીત શરૂ થઈ જશે.

PF સાથે સંકળાયેલ અપડેટ્સ મળવા લાગશે

આ ઉપરાંત મેમ્બર્સને તેમના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર સીધા જ PF સાથે સંકળાયેલ અપડેટ્સ મળવા લાગશે. તેનાથી વધારે સારી વાત એ છે કે આ સર્વિસ પ્રાદેશિક ભાષામાં પણ ઉપલબ્ધ બનશે, જેથી લોકો તેમની મનપસંદ ભાષામાં સરળતાથી વાતચીત કરી શકશો.

મુશ્કેલીનો ઉકેલ મેળવવામાં મદદ મળશે

આ WhatsApp સર્વિસની શરૂઆતમાં સૌથી વધારે ફોકસ એવા સભ્યોની મદદ કરવા પર રહેશે કે જે PMVBRY યોજના અંતર્ગત આવે છે. સામાન્ય રીતે લોકોને UIDAI ની ફેસ ઓથેન્ટિકેશન ટેકનોલોજી મારફતે આધાર વેરિફિકેશન ન થાય અથવા બેંક ખાતામાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) એક્ટિવ ન થવાની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. આ પ્રકારના સભ્યોને હવે સીધા વ્હોટ્સએપ મારફતે આ મુશ્કેલીનો ઉકેલ મેળવવામાં મદદ મળશે.