EPF Interest Credit 2026: તમારા PF ખાતામાં વ્યાજના પૈસા ક્યારે અને કેટલા આવશે? ઘરે બેઠા આ રીતે ચેક કરો બેલેન્સ

EPF Interest Credit 2026: નાણાકીય વર્ષ 2025-26 માટે EPF પર 8.25% વ્યાજ દર યથાવત્ છે. જાણો 7 કરોડ કર્મચારીઓના PF ખાતામાં વ્યાજ ક્યારે જમા થશે અને બેલેન્સ ચેક કરવાની સરળ રીત.

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Wed, 24 Jun 2026 03:33 PM (IST)Updated: Wed, 24 Jun 2026 03:33 PM (IST)
epf-interest-credit-2026-when-how-to-check-pf-balance-online

EPF Interest Credit 2026: જો તમે પ્રાઈવેટ સેક્ટરમાં નોકરી કરો છો અને તમારું EPF એકાઉન્ટ છે, તો તમારા માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. આ મહિને તમારા EPF એકાઉન્ટમાં વ્યાજ જમા થઈ શકે છે. કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ 2025-26 માટે EPF પરનો વ્યાજ દર 8.25% યથાવત્ રાખ્યો છે. મળતી માહિતી પ્રમાણે, જૂન 2026 દરમિયાન 7 કરોડથી વધુ કર્મચારીઓના PF ખાતામાં વ્યાજ જમા થવાની પ્રક્રિયા શરૂ થઈ શકે છે. જોકે, EPFO દ્વારા હજુ સુધી વ્યાજ જમા કરવા અંગે કોઈ સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવી નથી, પરંતુ ટૂંક સમયમાં ખાતામાં પૈસા જમા થાય તેવી પૂરી શક્યતા છે.

PF બેલેન્સ અને વ્યાજ કેવી રીતે ચેક કરી શકો છો?

જ્યારે પણ EPFO દ્વારા ખાતાધારકના ખાતામાં વ્યાજ જમા કરવામાં આવે છે, ત્યારે તેની એન્ટ્રી તરત જ PF બેલેન્સ પાસબુકમાં દેખાય છે. ખાતાધારકો પોતાનું બેલેન્સ વિવિધ વિકલ્પોથી ચેક કરી શકે છે.

  • UMANG એપ
  • EPFO Member e-Sewa પોર્ટલ
  • મિસ્ડ કોલ સેવા
  • SMS સેવા
  • Passbook Light

Passbook Light દ્વારા PF બેલેન્સ ચેક કરવાની સરળ રીત

  • સૌપ્રથમ EPFO Member Passbook ની સત્તાવાર વેબસાઇટ પર જાઓ.
  • અહીં તમારો 12 અંકનો UAN નંબર, પાસવર્ડ અને કેપ્ચા કોડ એન્ટર કરીને લોગિન કરો.
  • તમારા આધાર કાર્ડ સાથે લિંક થયેલા મોબાઇલ નંબર પર એક OTP આવશે, તેના દ્વારા વેરિફિકેશન પૂર્ણ કરો.
  • ત્યારબાદ 'View' વિકલ્પ પર ક્લિક કરો અને 'Passbook Light' પસંદ કરો.
  • અહીં તમને લેટેસ્ટે PF કોન્ટ્રીબ્યુશન, ઉપાડ અને કુલ PF બેલેન્સની તમામ વિગતવાર માહિતી જોવા મળશે.

EPF ખાતા પર વ્યાજની ગણતરી કેવી રીતે કરવામાં આવે છે?

EPF ખાતામાં સરકાર દ્વારા જાહેર કરાયેલા વાર્ષિક વ્યાજ દર મુજબ દર મહિને ઉપલબ્ધ બેલેન્સ પર વ્યાજની ગણતરી થાય છે. ત્યારબાદ નાણાકીય વર્ષ પૂર્ણ થયા પછી આ ગણતરી કરેલું વ્યાજ ખાતામાં એકસાથે જમા કરવામાં આવે છે. જો તમારું PF ખાતું એક્ટિવ છે, તો જૂન મહિનાના અંત સુધીમાં તમારા એકાઉન્ટમાં 8.25% ના દરે વ્યાજની એન્ટ્રી જોવા મળી શકે છે.