Indian Stock Exchange: ભારતના સૌથી જૂના સ્ટોક એક્સચેન્જો પૈકીનું એક કલકત્તા સ્ટોક એક્સચેન્જ (CSE)આ વર્ષે 20 ઓક્ટોબરે તેની છેલ્લી દિવાળી ઉજવી શકે છે. એક દાયકાની લાંબી કાનૂની લડાઈ(Indian Stock Exchange History) બાદ ઐતિહાસિક એક્સચેન્જ હવે વોલેન્ટરી એક્ઝિટની પ્રક્રિયાના અંતિમ તબક્કામાં પહોંચી ચુક્યું છે.
SEBIએ ટ્રેડિંગ સસ્પેન્ડ કર્યું
અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 2013માં સેબીએ નિયમનકારી બિન-પાલનને કારણે CSE પર ટ્રેડિંગ સ્થગિત કર્યું હતું. વર્ષોની કોર્ટ કાર્યવાહી અને ફરીથી ખોલવાના પ્રયાસો પછી, એક્સચેન્જે હવે તેનું લાઇસન્સ પરત કરવાનો નિર્ણય લીધો છે.
સેબીને એક્ઝિટ અરજી મોકલી
CSEના ચેરમેન દીપાંકર બોઝના જણાવ્યા પ્રમાણે 25મી એપ્રિલ,2025ના રોજ યોજાયેલી શેરધારકોની બેઠકમાં એક્સચેન્જ બિઝનેસમાંથી બહાર નીકળવાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી. ત્યારબાદ એક્ઝિટ અરજી સેબીને મોકલવામાં આવી હતી અને હવે આ પ્રક્રિયા માટે એક મૂલ્યાંકન એજન્સીની નિમણૂક કરવામાં આવી છે.
રૂપિયા 253 કરોડ રૂપિયામાં જમીન વેચાશે
સેબીએ CEની ત્રણ એકર જમીનને રૂપિયા 253 કરોડમાં શ્રીજન ગ્રુપને વેચવાની પણ મંજૂરી આપી છે. SEBIની અંતિમ મંજૂરી પછી આ સોદો પૂર્ણ થશે. બહાર નીકળ્યા પછી CSE એક હોલ્ડિંગ કંપની તરીકે કાર્ય કરશે જ્યારે તેની 100% પેટાકંપની CSE કેપિટલ માર્કેટ્સ પ્રાઇવેટ લિમિટેડ, NSE અને BSEના સભ્ય તરીકે બ્રોકિંગ ચાલુ રાખશે.
કર્મચારીઓ માટે રૂપિયા 20.95 કરોડનું VRS પેકેજ
વર્ષ 2024ના અંતમાં CSE બોર્ડે બધા પેન્ડિંગ કોર્ટ કેસ પાછા ખેંચી લીધા અને સ્વૈચ્છિક રીતે નોકરી છોડી દેવા તરફ આગળ વધ્યું. કર્મચારીઓને ₹20.95 કરોડનું VRS પેકેજ જારી કરવામાં આવ્યું છે, જેના પરિણામે વાર્ષિક ખર્ચમાં આશરે રૂપિયા 10 કરોડની બચત થઈ છે. કેટલાક કર્મચારીઓ હવે પાલન કાર્ય માટે કરારબદ્ધ છે.