IDBI બેન્કમાં સરકારી હિસ્સેદારી વેચવાના નિર્ણય સામે કર્મચારીઓ 2-3 નવેમ્બરે કરશે હડતાળ

IDBI બેન્કના સૂચિત ખાનગીકરણની સામે વિરોધ થઈ રહ્યો છે. બેન્કના 10 હજારથી વધારે કર્મચારી 2 અને 3 નવેમ્બરના રોજ દેશવ્યાપી બે દિવસની હડતાળ પર જવાની તૈયારી કરી રહ્યા છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Mon, 02 Nov 2026 08:16 AM (IST)Updated: Mon, 02 Nov 2026 08:23 AM (IST)
employees-of-the-62yearold-bankin-which-the-government-sold-a-stake-to-a-foreign-billionairewill-go-on-strike-on-november-23

IDBI Privatization:IDBI બેન્કના સૂચિત ખાનગીકરણની સામે વિરોધ થઈ રહ્યો છે. બેન્કના 10 હજારથી વધારે કર્મચારી 2 અને 3 નવેમ્બરના રોજ દેશવ્યાપી બે દિવસની હડતાળ પર જવાની તૈયારી કરી રહ્યા છે.

આ હડતાળ યુનાઈટેડ ફોરમ ઓફ IDBI ઓફિસર્સ એન્ડ એમ્પ્લોઈઝના આહવાનથી બોલાવવામાં આવેલ છે. જે બેન્કના અધિકારીઓ અને કર્મચારીઓનું પ્રતિનિધિત્વ કરે છે.

કેનેડાઈ હોલ્ડિંગ કંપની ફેરફેક્સ ફાયનાન્શિયલ હોલ્ડિંગ્સ લિમિટેડ, IDBI બેન્કમાં 60.72 ટકા હિસ્સો ખરીદી રહ્યા છે. તે માટે રૂપિયા 52,878 કરોડ હશે. તેમાં ભારત સરકાર 30.48 ટકા અને LIC 30.24 ટકા પોતાની હિસ્સેદારી વેચી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે ફેરફેક્સ ફાયનાન્શિયલ હોલ્ડિંગ્સના માલિક ભારતમાં જન્મેલ કેનેડાઈ અરબપતિ પ્રેમ વત્સ છે.

કર્મચારી સંગઠને કેન્દ્ર સરકાર અને બેન્ક મેનેજમેન્ટને ખાનગીકરણની પ્રક્રિયાને પાછી ખેંચવાની માંગ કરી છે. સંગઠનનું કહેવું છે કે IDBI બેન્ક ટર્નઅરાઉન્ડ કોઈ ખાનગી રોકાણને લીધે નથી. પણ સરકાર, ભારતીય જીવન વિમા નિગમ(LIC) અને કર્મચારીઓના સંયુક્ત પ્રયાસથી શક્ય થયું છે.

યુનિયને તેના નિવેદનમાં કહ્યું છે કે આર્થિક સંકટ દરમિયાન કર્મચારીઓએ ગ્રાહકોના વિશ્વાસને જાળવી રાખ્યો, બેન્કિંગ સંચાલનને વધારે યોગ્ય રીતે અને સંસ્થાગત સ્થિતિને મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. આ સાથે જ સરકાર અને LICએ બેન્કના રિસ્ટ્રક્ચર માટે આર્થિક સહાયતા પ્રદાન કરી છે.

યુનિયનનો દાવો છે કે છેલ્લા કેટલાક વર્ષોની આર્થિક સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થયો છે. સંગઠનની માહિતી પ્રમાણે છેલ્લા છ વર્ષમાં બેન્કે રૂપિયા 30,100 કરોડથી વધારે ચોખ્ખો નફો નોંધાવ્યો છે. આ અવધીમાં NPA રેશિયો 31.78 ટકાથી ઘટી 2.30 ટકા થયો છે.

 

IDBI ભારે નુકસાનનો સામનો

IDBI બેન્કને વર્ષ 2016થી વર્ષ 2020 દરમિયાન રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા(RBI)ની એસેટ ક્વોલિટી રિવ્યુ પ્રક્રિયા બાદ મોટા પ્રમાણમાં ફસાયેલ ફંડ એટલે કે NPAની ઓળખ થવાથી ભારે નુકસાનનો સામનો કરવો પડ્યો હતો. કર્મચારી સંગઠન પ્રમાણે આ અવધિમાં બેન્કને બહાર લાવવા માટે સરકાર અને LICએ રૂપિયા 46,000 કરોડથી વધારે ભંડોળ સાથે સહાયતા કરી હતી.