IDBI Vacancy 2026:IDBI બેંકમાં રૂપિયા 2 લાખથી વધુ પગારની નોકરી માટે શરૂ થઈ ભરતીની પ્રક્રિયા, કેવી રીતે અરજી કરવી તે જાણો

IDBI બેંક જનરલ મેનેજર, આસિસ્ટન્ટ જનરલ મેનેજર અને મેનેજર સહિત સ્પેશિયાલિસ્ટ ઓફિસરની ભરતી કરી રહી છે. યોગ્ય ઉમેદવારો 14 જુલાઈથી બેંકની ઓફિશિયલ વેબસાઈટ www.idbi.bank.in પર અરજી કરી શકે છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Mon, 13 Jul 2026 04:52 PM (IST)Updated: Mon, 13 Jul 2026 04:52 PM (IST)
idbi-bank-specialist-officer-recruitment-2026-apply-now

IDBI Recruitment 2026: બેંકમાં સારી નોકરી મેળવવા ઈચ્છતા હોય તો તમારા માટે નવી તક છે. IDBI બેંક સ્પેશિયાલિસ્ટ ઓફિસરની ભરતી કરી રહી છે.વિવિધ વિભાગોમાં જનરલ મેનેજર, આસિસ્ટન્ટ જનરલ મેનેજર અને મેનેજર પોસ્ટ માટે યોગ્યતા ધરાવતા ઉમેદવારોની ભરતી કરવાની પ્રક્રિયા કરવામાં આવશે. આ સંજોગોમાં જો તમે યોગ્યતા ધરાવતા હોય તો 14 જુલાઈથી બેંકની ઓફિશિયલ વેબસાઈટ www.idbi.bank.in પર જઈ અરજી કરી શકાય છે.

બેંક આ ભરતી ઓડિટ-ઈન્ફોર્મેશન સિસ્ટમ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ, લીગલ અને સિક્યોરિટી ઓફિસર એરિયામાં કરશે. જેના માટે યોગ્યતા કઈ હોવી જોઈએ? ઉંમર કેટલી હોવી જોઈએ, પગાર કેટલો હોવો જોઈએ સહિતની તમામ માહિતી બેંકની અધિકૃત વેબસાઈટ પરથી મળી શકે છે.

કેવી રીતે અરજી કરી શકાય છે?

અરજી પ્રક્રિયા શરૂ કરવામાં આવ્યા બાદ ઉમેદવારો નીચે આપવામાં આવેલા સ્ટેપ્સ મારફતે આ ભરતીનું ફોર્મ ભરી અરજી કરી શકે છે.

  • સૌથી પહેલા અધિકારી વેબસાઈટ www.idbi.bank.in પર જાઓ.
  • અહીં Career સેક્શનમાં તમારે કરન્ટ ઓપનિંગમાં આ વેકેન્સીની વિગતો મળશે.
  • નોટિફિકેશન સાથે અહીં તમારે અરજી સાથે સંકળાયેલ લિંક પણ મળશે.
  • સૌથી પહેલા ઈમેલ ID અને મોબાઈલ નંબર મારફતે રજિસ્ટ્રેશન નંબર ક્રિએટ કરો.
  • તે જનરેટ થયા બાદ લોગઈન કરી ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂરી કરો.
  • અહીં સેક્શન પ્રમાણે તમને કેટલાક બોક્સ જોવા મળશે. તે સંબંધિત ડિટેલ્સને ભરો
  • શૈક્ષણિક યોગ્યતા, અનુભવ, ઉંમર, કેટેગરી, જન્મ તારીખ સંબધિત તમામ વિગતો ધ્યાનમાં રાખો.
  • તમારો ફોટોગ્રાફ 20kb-50kb સાઈઝમાં અપલોડ કરો. એવી જ રીતે તમારી સહીં 500kbમાં અપલોડ કરો.
  • તમામ દસ્તાવેજો યોગ્ય રીતે અપલોડ કર્યાં બાદ એપ્લિકેશન ફી ફરો અને ફોર્મ સબમિટ કરો.