Parental Leave For 26 Weeks: ઈટર્નલ લિમિટેડની મોટી જાહેરાત, કર્મચારીઓ 26 સપ્તાહની પેરેન્ટલ લીવ 3 વર્ષમાં ગમે ત્યારે લઈ શકશે

આ પોલિસી એવા તમામ માતા-પિતાને સહાયક બનશે કે જે બાળકને જન્મ આપી રહ્યા છે, બાળકને જન્મ આપી રહ્યા ન હોય, સરોગેટનો માર્ગ અપનાવી રહ્યા હોય અથવા તો દતક બાળક અપનાવી રહ્યા હોય.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Wed, 13 Aug 2025 05:48 PM (IST)Updated: Wed, 13 Aug 2025 05:59 PM (IST)
employees-able-take-26-weeks-leave-child-care-anytime-in-3-years-eternal-limited-announced
HIGHLIGHTS
  • કંપનીએ જણાવ્યું કે ઈટર્નલના પેરેન્ટ કમ્યુનિટી સાથેની વ્યાપક ચર્ચા વિચારણા બાદ આ પોલિસીને લઈ ફેરફાર કરવામાં આવેલ છે
  • આ સાનૂકુળ લીવ પોલિસી એ ઈટર્નલની બ્રોડર પેરેન્ટલ સપોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો ભાગ છે

Eternal' Parental Leave: ફૂડ ઓર્ડરિંગ અને ડિલિવરી પ્લેટફોર્મ ઝોમેટો(Zomato) તથા ક્વિક કોમર્સ બ્લિંકિટ(Quick Commerce Blinkit) સહિતના બિઝનેસનું સંચાલન કરતી અગ્રણી ઈટર્નલ લિમિટેડ(Eternal Ltd)એ બુધવારે જણાવ્યું હતું કે તેણે પોતાના 26 સપ્તાહના પેરેન્ટલ લીવ (Parental Leave) માટે એક નવા સ્ટ્રક્ચરને રજૂ કર્યું છે, જે અંતર્ગત કર્મચારી બાળકના જન્મ અગાઉ રજા લેવા સાથે ત્રણ વર્ષ સુધી આ રજાઓનો ઉપયોગ કરી શકશે.

  • આ પોલિસી એવા તમામ માતા-પિતાને સહાયક બનશે કે જે બાળકને જન્મ આપી રહ્યા છે, બાળકને જન્મ આપી રહ્યા ન હોય, સરોગેટનો માર્ગ અપનાવી રહ્યા હોય અથવા તો દતક બાળક અપનાવી રહ્યા હોય.
  • ઈટર્નલના વાઈસ-પ્રેસિડેન્ટ (હુમન રિસોર્સિસ) નિહારીકા મોહંતીએ જણાવ્યું હતું કે આ નીતિ ફક્ત આધુનિક પેરેન્ટીંગ અંગે આપણી વિકસિત થઈ રહેલી સમજને દર્શાવવા ઉપરાંત એવા માહોલને બનાવવાની અમારી કટિબદ્ધતાને દર્શાવે છે કે જ્યાં દરેક વ્યક્તિ કાર્યસ્થળ અને ઘર બન્ને જગ્યાનું સમર્થત તથા સશક્તતાનો અહેસાસ કરે છે.
  • કંપનીએ જણાવ્યું કે ઈટર્નલના પેરેન્ટ કમ્યુનિટી સાથેની વ્યાપક ચર્ચા વિચારણા બાદ આ પોલિસીને લઈ ફેરફાર કરવામાં આવેલ છે, જેમાં પરિવારોને બાળકના જન્મ બાદ લાંબા ગાળા માટે રજાઓની જરૂરિયાત રહેતી હોય છે.
  • કંપનીના નિવેદન પ્રમાણે સંશોધનમાં જાણવા મળ્યું છે કે આશરે 75 ટકા વ્યવસાયિક માતા-પિતા શરૂઆતી મહિના ઉપરાંત તેમના બાળક ત્રણ વર્ષનું થાય ત્યા સુધી કરિયરની જવાબદારીઓ તથા પારિવારીક જીવન વચ્ચે અટવાયેલા રહેતા હોવાનો અહેસાસ કરે છે.
  • આ સાનૂકુળ લીવ પોલિસી એ ઈટર્નલની બ્રોડર પેરેન્ટલ સપોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો ભાગ છે, જે ડે-વન ન્યુ બોર્ન ઈન્સ્યોરન્સ કવરેજનો સમાવેશ ધરાવે છે, જે કંપનીના હેલ્થ પોલિસી, અને ફર્ટીલિટી તથા ફેમિલી પ્લાનિંગ સપોર્ટ સાથે જોડાયેલ છે, તેમાં એગ ફ્રિજીંગ કવરેજ અને વંધત્વ સારવાર (Infertility Treatment)ના લાભ, તથા અન્ય બાબતોનો સમાવેશ થાય છે.