8th Pay Commission: કર્મચારીઓના પગાર સીધા થઈ જશે રૂપિયા 51000, સરકાર માંગ પૂરી કરી લેશે તો પેન્શનર્સને પણ મળશે મોટું વળતર

8મા પગાર પંચ હેઠળ ફિટમેન્ટ ફેક્ટર 3.83 કરવાની માંગણી જો સ્વીકારાય તો 50 લાખથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને 69 લાખ પેન્શનરોને મોટો ફાયદો થશે. લેવલ 1 ના કર્મચારીઓના લઘુત્તમ પગારમાં આશરે 51,000 રૂપિયાનો વધારો થઈ શકે છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sun, 13 Sep 2026 08:09 PM (IST)Updated: Sun, 13 Sep 2026 08:09 PM (IST)
employee-salaries-will-rise-to-rs-51000-if-the-government-meets-the-demands

8th Pay Commission: 8માં પગાર પંચની બેઠક યોજાઈ રહી છે. ચન્નઈ-પુડ્ડુચેરીમાં બેઠકો બાદ હવે ચંડીગઢમાં 16-18 સપ્ટે્બર સુધી બેઠક યોજાશે. આ દરમિયાન મોટી માંગની વાત કરવામાં આવે તો ચેન્નાઈમાં પણ ફિટમેન્ટ ફેક્ટરને વધારી 3.83 કરવાની માંગ છે. મોટાભાગના કર્મચારી અને પેન્શનર્સ યુનિયનો, કેન્દ્ર શાસિત પ્રદેશોના કર્મચારીઓ અને હિતધારકો સાથે વાતચીતમાં Fitment Factor Hike Demand સૌથી ઉપર છે.

જો નરેન્દ્ર મોદી સરકાર આ માંગણી સ્વીકારે છે તો 50 લાખથી વધુ કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગારમાં નોંધપાત્ર વધારો થશે. ફક્ત આ માંગણી સ્વીકારવાથી લેવલ 1 ના કર્મચારીઓના લઘુત્તમ પગારમાં આશરે રૂપિયા 51000નો વધારો થશે. એવી જ રીતે વિવિધ પગાર ધોરણના કર્મચારીઓને પણ નોંધપાત્ર ફાયદો થશે. આશરે 69 લાખ પેન્શનરોને પણ ફાયદો થશે. અનેક યુનિયનો ફિટમેન્ટ માટેની આ માંગણી ઉઠાવી રહ્યા છે.

જ્યારે ચેન્નાઈમાં ઓલ ઈન્ડિયા પેન્શનર્સ એસોસિએશન દ્વારા આ માંગણી ઉઠાવવામાં આવી છે, તે એકમાત્ર યુનિયન નથી જે આવું કરે છે.નેશનલ કાઉન્સિલ ઓફ જોઈન્ટ કન્સલ્ટેટિવ મિકેનિઝમ્સ (NC-JCM), ઓલ ઈન્ડિયા ડિફેન્સ એમ્પ્લોઈઝ ફેડરેશન (AIDEF), અને ઓલ ઈન્ડિયા ન્યૂ પેન્શન સ્કીમ એમ્પ્લોઈઝ ફેડરેશન દ્વારા પણ 3.833ના ફિટમેન્ટ ફેક્ટરનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. જો આ માંગણી સ્વીકારવામાં આવે છે તો લેવલ 1 થી લેવલ 10 સુધીના તમામ કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં નોંધપાત્ર વધારો જોવા મળશે.

Lavel-1 માટે લઘુત્તમ મૂળભૂત પગાર આશરે રૂપિયા 69,000 હશે.ફિટમેન્ટ ફેક્ટર ઉપરાંત પગાર મેટ્રિક્સ, મોંઘવારી ભથ્થું (DA), HRA અને અન્ય લાભો અને ભથ્થાં અંગે પણ માંગણીઓ કરવામાં આવી રહી છે. જો કે આ બાબતે અંતિમ નિર્ણય લેવાનો બાકી છે. હકીકતમાં ન્યાયાધીશ રંજના પ્રકાશ દેસાઈની અધ્યક્ષતામાં 8મા પગાર પંચ સમિતિનો અંતિમ અહેવાલ મે-જૂન 2027માં રજૂ થવાની ધારણા છે.