Elon Musk First Trillionaire:આમ તો ઈલોન મસ્ક વિશ્વના સૌથી સમૃદ્ધ વ્યક્તિઓની યાદીમાં હંમેશા મોખરાના સ્થાન પર રહ્યા છે. પણ આ વખતે તેઓ એક એવા મુકામ પર આવી ગયા છે કે જ્યાં તેઓ વિશ્વના સૌ પ્રથમ ટ્રિલિયોનેર બની ગયા છે. ફોર્બ્સના તાજેતરના અહેવાલ પ્રમાણે મસ્કની નેટવર્થ વધીને આશરે 982 બિલિયન ડોલર પહોંચી ગઈ છે.
શેરનો ભાવ પ્રથમ દિવસે 135 ડોલરથી વધી 150 ડોલર થયો
શુક્રવારે કંપનીના શેરમાં આશરે 11 ટકાનો ઉછાળો આવ્યો હતો અને 150 ડોલરની ઐતિહાસ લેવલ પર શેરબજારમાં આવ્યો હતો.આ સાથે મસ્કની કંપની SpaceXના શેરની કિંમત 135 ડોલરથી વધી 150 ડોલર થઈ ગઈ છે.
સ્પેસએક્સ (SpaceX)નું પ્રારંભિક જાહેર ભરણુ
સંપત્તિમાં આટલો મોટો ઉછાળો આવવા પાછળનું કારણ તેમની કંપની સ્પેસએક્સ (SpaceX)નું પ્રારંભિક જાહેર ભરણુ (IPO) છે, જેમાં પ્રતિ શેર 135 ડોલર કિમતથી લોંચ થયો છે. આ લિસ્ટીંગ બાદ રૉકેટ કંપની સ્પેસએક્સની વેલ્યુ આશરે 1.8 ટ્રીલિયન ડોલર થઈ ગઈ છે. ટ્રેડિંસ શરૂ થવા પર SpaceXના શેરની કિંમત 138.50 ડોલર સુધી પહોંચી જાય છે અને ટેલ્સાનો શેર સ્થિર રહે છે તો મસ્ક સરળતાથી 1 ટ્રિલિયન ડોલરના આંકડાને પાર કરી લેશે.
વિશ્વના બીજા ક્રમના સૌથી સમૃદ્ધ વ્યક્તિ તેમનાથી ખૂબ દૂર
ઈલોન મસ્કના દબદબાની એ વાત પરથી અંદાજ લગાવી શકાય છે કે તેઓ વિશ્વના બીજા ક્રમના સૌથી સમૃદ્ધ વ્યક્તિ તેમનાથી ખૂબ દૂર છે. ફોર્બ્સ વેલ્થના ડેપ્યુટી એડિટર મેટ ડ્યુરોટના મતે વિશ્વના સૌથી સમૃદ્ધ વ્યક્તિ આલ્ફાબેટના સહ-સ્થાપક લેરી પેજની સંપત્તિ 300 અબજ ડોલર આસપાસ છે, જે મસ્કની કુલ સંપતિના એક તૃત્યાંઉથી પણ ઓછી છે.
ઈલેક્ટ્રિક કાર ટેસ્લા કારથી સામ્રાજ્યમાં મોટો ઉમેરો
ઈતિહાસમાં મસ્ક ઉપરાંત ઓરેકલના સ્થાપરક લેરી એલિસન એકમાત્ર એવી વ્યક્તિ છે કે જેમની સંપત્તિ અત્યારે 400 અબજ ડોલરના આંકડાને સ્પર્શ કરી શકી હતી. મસ્કની સંપતિમાં જે તોતિંગ વધારો થયો તેની પાછળ સ્પેસએક્સ કંપની છે. જેમાં તેમની હિસ્સેદારીની કિંમત આશરે 866 અબજ ડોલર આંકવામાં આવી છે. આ ઉપરાંત ઈલેક્ટ્રિક કાર કંપની ટેસ્લા અને તથા તેમના અન્ય બિઝનેસ સામ્રાજ્ય વધારે મજબૂત બને છે.
