SpaceX IPO: ઈલોન મસ્કના SpaceX IPOની કમાલ, 4400 કર્મચારી એક ઝાટકે થઈ જશે કરોડપતિ

SpaceX IPO અંતર્ગત પ્રતિ શેર પ્રાઈઝ બેન્ડ 135 ડોલર નક્કી કરવામાં આવેલી છે અને ઈલોન મસ્કની કંપનીનું વેલ્યુએશન આશરે 1.77 ટ્રિલિયન ડોલર હશે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Fri, 12 Jun 2026 05:15 PM (IST)Updated: Fri, 12 Jun 2026 05:16 PM (IST)
elon-musk-spacex-ipo-magic-4400-employees-may-become-millionaires-know-the-details

SpaceX IPO Big Magic:વિશ્વના સૌથી સમૃદ્ધ વ્યક્તિ ઈલોન મસ્કની કંપની સ્પેસએક્સ(SpaceX)નું પ્રારંભિક જાહેર ભરણું (IPO) 12મી જૂનના રોજ લોંચ થયો છે. વિશ્વના આ સૌથી મોટા IPO શેરબજારમાં લિસ્ટીંગ થવા સાથે જ 4,400થી વધારે કર્મચારીઓ એક ઝાટકે કરોડપતિ બની ગયા છે.

SpaceX IPO અંતર્ગત પ્રતિ શેર પ્રાઈઝ બેન્ડ 135 ડોલર નક્કી કરવામાં આવેલી છે અને ઈલોન મસ્કની કંપનીનું વેલ્યુએશન આશરે 1.77 ટ્રિલિયન ડોલર હશે. જે વિશ્વના સૌથી મોટા IPOની યાદીમાં ટોચનું રેન્કિંગ ધરાવે છે. કંપની જાહેર ભરણા મારફતે 75 અબજ ડોલરનું મૂડી ભંડોળ એકત્રિત કરવાની યોજના ધરાવે છે.

SpaceXના કર્મચારીઓની બલ્લે-બલ્લે

Elon Muskની આ રોકેટ કંપની ઈતિહાસના સૌથી મોટા સ્ટોક માર્કેટ ડબ્યુની યોજના તૈયાર કરી રહી છે અને તેને લીધે કંપનીના હજારો કર્મચારીઓ તથા ભૂતપૂર્વ કર્મચારીઓને મોટો ફાયદો થવાનો છે. ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલ પ્રમાણે SpaceXની અંદાજી વેલ્યુએશનનું લિસ્ટીંગ થતા આશરે 4,400થી વધારે વર્તમાન અને ભૂતપૂર્વ કર્મચારીઓ કરોડપતિની યાદીમાં સામેલ થઈ જશે.

અહેવાલો પ્રમાણે ભૂતપૂર્વ કર્મચારીઓ પાસે ઓછામાં ઓછા 1 મિલિયન ડોલર મૂલ્યના શેર હોઈ શકે છે. તેનાથી વિશેષ વાત એ છે કે આશરે 400 જેટલા કર્મચારીઓ પાસે 100 મિલિયન ડોલરથી વધારે મૂલ્યની સંપત્તિ હોઈ શકે છે.

પગાર સાથે સાતે કંપનીમાં હિસ્સેદારી

અન્ય મોટી કંપનીઓ જ્યાં કર્મચારીઓને પગાર પર વધારે નિર્ભર કરે છે. તો સ્પેસએક્સ તેનાથી અલગ છે અને ઐતિહાસિક રીતે કર્મચારીઓને કંપનીમાં મહત્વની જવાબદારીની ભેટ આપવામાં આવી છે. સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો કર્મચારીઓને વેતન સાથે સાથે કંપનીમાં હિસ્સેદારી પણ પ્રાપ્ત થાય છે. જેમ-જેમ કંપનીનું મૂલ્યાંકન વધતું જાય છે તેમ-જેમ વર્તમાન શેરધારકોની વેલ્યુમાં પણ ઝડપભેર વધારો થાય છે. જે કર્મચારીઓ સ્પેસએક્સની શરૂઆતમાં જ કંપનીમાં સામેલ થયા હતા તેમના માટે આ જીવન પરિવર્તન કરનારી કંપની સાબિત થઈ છે.

કર્મચારી કેવી રીતે થઈ રહ્યા છે માલામાલ તે જાણો

ટ્રેવર હાઈસ કે જે વર્ષ 2011માં સ્પેસએક્સમાં સામેલ થયા હતા તેઓ એક ઉદાહરણ રજૂ કરતા કહે છે કે શેરનું મૂલ્ય કેટલું વધી ગયું છે. તેઓ કહે છે કે જ્યારે સ્પેસએક્સ એક નાની કંપની હતી અને આજની માફક ગ્લોબલ બનવાથી બહૂ દૂર નથી. તે સમયે તેમને 1,00,000 થી વધારે શેર મળ્યા હતા. હવે ત્યારે IPOની કિંમત પ્રતિ શેર 135 ડોલર નક્કી થઈ છે ત્યારે તેમની પાસે રહેલા શેરનું મૂલ્ય 13.5 મિલિયન ડોલર થઈ શકે છે.