Elon Musk SpaceX IPO: ઈલોન મસ્કની કંપની સ્પેસએક્સ(SpaceX) વૉલ સ્ટ્રીટના ઈતિહાસમાં સૌથી મોટું જાહેર ભરણું (IPO) રજૂ કરવાની તૈયારી કરી રહી છે. કંપની 555.6 મિલિયન શેર પ્રતિ શેર 135 ડોલર કિંમતથી વેચીને આશરે 75 અબજ ડોલરનું જંગી મૂડી ભંડોળ એકત્રિત કરવાની યોજના ધરાવે છે. જો IPO આ કિંમતથી આવે છે તો સ્પસએક્સનું કૂલ વેલ્યુએશન આશરે 1.75 ટ્રિલિયન ડોલર થઈ શકે છે. કંપનીના શેર 12 જૂનથી નાસડેક પર ટ્રેડિંગ શરૂ કરી શકે છે, જ્યારે અંતિમ ઈશ્યુ પ્રાઈઝ 11મી જૂન એટલે કે આજે નક્કી થાય તેવી શક્યતા છે.
અમેરિકામાં રોકાણકારોમાં જોરદાર ઉત્સાહ
સ્પેસએક્સનો OPOને લઈ અમેરિકાના રિટેલ ઈન્વેસ્ટર્સમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આશરે 30 ટકા એટલે કે 22.5 અબજ ડોલરના શેર રિટેલ ઈન્વેસ્ટર્સ માટે ફાળવવામાં આવ્યા છે. ફિડેલિટી, રોબિનહુડ, સોફાઈ, ચાર્લ્સ શ્વાસ અને ઈ-ટ્રેડ જેવા પ્લેટફોર્મ તેના ગ્રાહકોને આ જાહેર ભરણામાં રોકાણની તક આપી શકે છે. વિવિધ પ્લેટફોર્મ પર લઘુતમ રોકાણની શરત અલગ-અલગ છે.
શું ભારતીય રોકાણકાર જાહેર ભરણામાં હિસ્સો લઈ શકે છે
ભારતીય રોકાણકારો માટે IPOમાં રોકાણ કરવું એટલું સરળ નહીં હોય. અમેરિકાની IPO પ્રક્રિયા ભારતની ASBA વ્યવસ્થાથી અલગ છે અને વિદેશી રિટેલ ઈન્વેસ્ટર્સને સામાન્ય રીતે સીધા જ IPOમાં હિસ્સેદારીની મંજૂરી મળતી નથી. તેને લીધે ભારતીય રોકાણકારો શેરબજારમાં લિસ્ટીંગ બાદ જ સ્પેસએક્સના શેર ખરીદીને લગતી તક મળશે.
ભારતીય રોકાણકારો પાસે કયાં વિકલ્પો છે
સ્પેસએક્સનું શેરબજારમાં લિસ્ટીંગ થયા બાદ ભારતીય રોકાણકાર લિબરલાઈઝ્ડ રેમિટેન્સ સ્કીમ (LRS) અંતર્ગત વિદેશી બ્રોકરેજ પ્લેટફોર્મ મારફતે શેર ખરીદી કરી શકે છે. આ માટે રોકાણકારોએ ઈન્ટરનેશનલ રોકાણ પ્લેટફોર્મ પર ખાતું ખોલાવવાનું રહેશે, વિદેશમાં પૈસા મોકલવાના રહેશે અને નાસડેક પર લિસ્ટેડ શેરમાં રોકાણ કરવાનું રહેશે. આ ઉપરાંત ગ્લોબલ ફિડર ફંડ્સ, વિદેશી ETF અને GIFT સિટી મારફતે પરોક્ષ રોકાણના વિકલ્પ મળી શકે છે. જોકે અત્યારે ઉપલબ્ધ મોટાભાગના ફંડ્સમાં સ્પેસએક્સ સામેલ નથી, પણ લિસ્ટીંગ બાદ સ્થિતિ બદલાઈ શકે છે.
