Trump And Trade Deal:અમેરિકામાં મધ્યાવર્તિ ચૂંટણીમાં વિપક્ષ ડેમોક્રેટિક પાર્ટીને શાનદાર જીત મળ્યા બાદ ભારત માટે એક વધુ સારી સંતુલિત ટ્રેડ ડિલ કરવાની શક્યતા મજબૂત થતી જણાય છે.
જોકે રાષ્ટ્રપતિ ટ્રમ્પ ભારત પર ટૂંક સમયમાં એટલે કે શક્ય એટલા જલ્દીથી સમજૂતી કરવા માટે દબાણ ઉભુ કરી શકે છે. તાજેતરમાં જે ઘટનાક્રમો સર્જાયા છે તેની વાત કરીએ ભારત પોતાની અપેક્ષા પ્રમાણે ડિલ કરવા વધુ સારી સ્થિતિ હાંસલ કરવા જઈ શકે છે.
આ પણ વાંચો
ડેમોક્રેટ્સે હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટીવ અને સેનેટ બન્ને પર પોતાનું નિયંત્રણ મેળવી લીધુ છે. તેને લીધે ટ્રમ્પ ને તેની રિપબ્લિક પાર્ટીને બીજા કાર્યકાળના ફક્ત બે વર્ષના સમયમાં જ મોટો ઝાટકો લાગ્યો છે. ચૂંટણી પરિણામોથી ટ્રમ્પની વ્યાપાર નીતિ અંગે અમેરિકાની સંસદની દેખરેખ વધતા અને એક તરફી ચાર્જીસ લગાવવાની તેમની ક્ષમતા મરયાદિત થવાની શક્યતા છે.
ભારત જે વ્યાપાર સમજૂતી અંગે અમેરિકા સાથે વાટાઘાટ કરી રહ્યું છે તે અત્યાર સુધી ભારત દ્વારા કરવામાં આવેલ તમામ મુક્ત વ્યાપાર સમજૂતી (FTA)થી પાયાગત રીતે અલગ છે. સામાન્ય વ્યાપાર સમજૂતીમાં બન્ને દેશ તેમના નિયમિત ઈમ્પોર્ટ ચાર્જીસને લઈ ફેરફારની શક્યતા જોવા મળી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ 6 ફેબ્રુઆરીના રોજ ભારત-અમેરિકા દ્વારા એક સંયુક્ત નિવેદનમાં રેસિપ્રોકલ ટેરિફ 25 ટકાથી ઘટાડીને 18 ટકા કરવાની ખાતરી આપી હતી.
બીજીબાજુ હવે ભારત માટે એકતરફી વ્યાપાર સમજૂતી સામે પોતાનું કડક વલણ અપનાવવાની જરૂર છે. અમેરિકી કોંગ્રેસનું માળખુ બદલાઈ ગયું છે. ડેમોક્રેટે પણ એક તરફી ટેરિફનો વિરોધ કરેલો છે. ભારત માટે આ એક સારી તક છે કે તે વાતચીત સાથે વ્યાપાર સમજૂતીને લઈ કડક વલણ અપનાવે.
