Fuel Crisis In Pakistan:પાકિસ્તાનમાં પેટ્રોલ અને ડીઝલના ભાવને લઈ હાહાકાર, ટ્રાન્સપોર્ટરોએ હડતાળની જાહેરાત કરી

પાકિસ્તાનમાં પેટ્રોલ-ડીઝલની કિંમતો પર સૌથી વધારે અસર આંતરરાષ્ટ્રીય બજારમાં ઈંધણની વધતી કિંમતોની અસર થઈ છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝની આજુબાજુ તણાવની સ્થિતિ અને સપ્લાઈ ચેઈનમાં જે અવરોધ છે તેને લીધે વૈશ્વિક બજારમાં ક્રુડ ઓઈલની કિંમત સતત વધી રહી છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sun, 09 Aug 2026 12:07 AM (IST)Updated: Sun, 09 Aug 2026 12:07 AM (IST)
due-to-fuel-crisis-in-pakistan-transporters-strike

Fuel Crisis In Pakistan:પાકિસ્તાનમાં પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં ફરી એક વખત કમરતોડ ભાવ વધારો થતા લોકો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. ઈંધણ મોંઘુ થતા, નવી પેટ્રોલિયમ લેવી અને સતત વધતી મોંઘવારી સામે વિરોધ સતત વધી રહ્યો છે. હવે દેશભરમાં માલ-સામાન પરિવહન કરતા ટ્રાન્સપોર્ટરોએ અનિશ્ચિત સમય માટે હડતાળ શરૂ કરી છે.

પાકિસ્તાનમાં ઈંધણ આટલું મોંઘુ શા માટે

પાકિસ્તાનમાં પેટ્રોલ-ડીઝલની કિંમતો પર સૌથી વધારે અસર આંતરરાષ્ટ્રીય બજારમાં ઈંધણની વધતી કિંમતોની અસર થઈ છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝની આજુબાજુ તણાવની સ્થિતિ અને સપ્લાઈ ચેઈનમાં જે અવરોધ છે તેને લીધે વૈશ્વિક બજારમાં ક્રુડ ઓઈલની કિંમત સતત વધી રહી છે. માર્ચ મહિનાથી પાકિસ્તાનમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં સતત ફેરફાર કરવામાં આવી રહ્યો છે. એપ્રિલ મહિનામાં પેટ્રોલની કિંમત વિક્રમજનક રૂપિયા459 પ્રતી લીટર અને ડીઝલ રૂપિયા 520.35 પ્રતી લીટર સુધી થઈ ગયા હતા.

ટ્રાન્સપોર્ટર્સે શા માટે હડતાળ શરૂ કરી

પાકિસ્તાનના ટ્રાન્સપોર્ટ સેક્ટરનું કહેવું છે કે ડીઝલની વધતી કિંમતો અને અન્ય ખર્ચાને લીધે કોમર્શિયલ વાહનો ચલાવવા સતત મુશ્કેલ થઈ રહ્યા છે. ટ્રાન્સપોર્ટર્સની મુખ્ય માંગ ડીઝલની કિંમતો ઓછી કરવી, ટોલ ટેક્સ ઓછી કરવા સહિતની માંગ છે. જો ટ્રાન્સપોર્ટર્સની હડતાળ લંબાશે તો દેશભરમાં સામાન પહોંચાડવાનો ખર્ચ વધી શકે છે. ટ્રક અને ટ્રેલર્સ ખાદ્ય ચીજવસ્તુઓ, દૈનિક જીવનમાં જરૂરી સામગ્રી, ઔદ્યોગિક રોમટેરિયલ સહિતની સામગ્રીનું પરિવહન કરે છે. જો વાહનો માર્ગ પરથી હટી જશે તો કંપનીઓને સામાન પહોંચાડવામાં વિલંબ થશે અને વધારે લોજિસ્ટીક ખર્ચનો સામનો કરવો પડી શકે છે.