Silver Crisis, Diwali 2025: દિવાળીના પ્રસંગે ભારતમાં ચાંદીની વિક્રમજનક ખરીદી વચ્ચે વિશ્વભરના બજારોમાં જાણે ભૂચાલ આવ્યો છે. Bloombergના અહેવાલ પ્રમાણે આ વર્ષે અભૂતપૂર્વ માંગને લીધે ભારતની સૌથી મોટી રીફાઈનરી MMTC-PAMP પાસે પહેલી વખત ચાંદીનો સ્ટોક ખતમ થઈ ગયો છે.
કંપનીના ટ્રેડિંગ હેડ વિપિન રૈનાની માહિતી પ્રમાણે છેલ્લા 27 વર્ષની કરિયરમાં આવી સ્થિતિ પહેવી વખત જોવા મળી છે. માર્કેટમાં ચાંદી મળી રહી નથી.
ભારતની આ ભારે માંગની અસર આંતરરાષ્ટ્રીય બજારોમાં પણ જોવા મળી છે. અહેવાલ પ્રમાણે લંડન જેવા મોટા ટ્રેડિંગ હબમાં બેન્કોએ ગ્રાહકોને ભાવ કહેવાનું પણ બંધ કરી દીધુ છે. કારણ કે ત્યા સ્ટોર જ ઉપલબ્ધ નથી. કેટલાક ટ્રેડર્સે તો તેને છેલ્લા 45 વર્ષની સૌથી મોટી સિલ્વર ક્રાઈસિસ ગણાવી છે.
શા માટે અફરા-તફરી સર્જાઈ
- ભારતમાં દિવાળી-ધનતેરસ પર વિક્રમજનક ખરીદી
- સોશિયલ મીડિયા પર ચાંદીને ભવિષ્યનું ગોલ્ડ ગણાવ્યું છે.
- Gold-Silver Ratio 100:1 વાયરલ થવાથી‘Silver Rush’
- અમેરિકામાં સંભવિત ટેરિફ અગાઉ ભારે શિપમેન્ટ
- Solar Industryમાં વપરાશ વધ્યો
- ડોલરની નબળી સ્થિતિથી હેજ ફંડ્સનું રોકાણ
કિંમતોને લઈ સર્જાયે વિક્રમ, ત્યારબાદ કડાકો
બ્લૂમબર્ગના અહેવાલ પ્રમાણે ચાંદીની કિંમત છેલ્લા એક સપ્તાહમાં પ્રથમ વખત 54 ડોલર પ્રતિ ઔંસની સપાટીને પાર થઈ ગયા છે. જોકે ત્યારબાદ 6.7 ટકાનો કડાકો આવ્યો છે. આ બાબત ખૂબ જ અસ્થિરતાના સંકેત આપે છે.
ભારતમાં સામાન્ય દિવસોમાં જે પ્રીમિયમ કેટલાક પૈસામાં હતું, તેહવે 5 ડોલર પ્રતિ ઔંસ એટલે કે આશરે 4000 ડોલર સુધી પહોંચી ગયું છે.
અહેવાલમાં વધુમાં જણાવાયું છે કે જો સપ્લાઈ જલ્દીથી સામાન્ય નહીં થાય તો સિલ્વર ક્રાઈસિસ વધુ ગંભીર બની શકે છે. પણ ઓચિંતા જ જો ઊંચા સ્તરે વેચવાલી શરૂ થશે તો કિંમતોમાં ભારે ઘટાડો થઈ શકે છે.
સિલ્વર માર્કેટમાં ભારે અફરા-તફરી
વિશ્વભરમાં ચાંદીના બજારમાં ભારે અફરા-તફરીનો માહોલ જોવા મળે છે. 1980માં હન્ટ બ્રધર્સ અને વર્ષ 1998માં વોરન બફેટ દ્વારા કરવામાં આવેલ ભારે ખરીદી બહાદ હવે ફરી એક વખત બજારમાં સપ્લાઈની અછતને લીધે મુશ્કેલી વધી છે.
પાંચ વર્ષથી માંગ વધી રહી છે
છેલ્લા પાંચ વર્ષથી ખાણો અને રિસાયક્લિંગમાંથી ચાંદીનો પુરવઠો માંગ કરતા સતત ઓછો રહ્યો છે. આ મુખ્યત્વે સોલાર પેનલ ઉદ્યોગને કારણે છે, જે ચાંદીનો વ્યાપક ઉપયોગ કરે છે. વર્ષ 2021માં માંગ પુરવઠા કરતાં લગભગ 678 મિલિયન ઔંસ વધી ગઈ છે.