Dhanteras 2026: દાગીના, સિક્કા કે ડિજિટલ ગોલ્ડ? સોના-ચાંદીમાં રોકાણની 5 રીતો જાણો

ધનતેરસનો તહેવાર હોય અને સોનાની ચમક વિશે વાત ન હોય એવું બની શકે નહીં. ભારતમાં આ સમયમાં સોનાની ખરીદીને શુભ માનવામાં આવે છે. પાંચ દિવસ સુધી ચાલનાર દિવાળી ઉત્સવની શરૂઆત ધનતેરસથી થાય છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Wed, 28 Oct 2026 12:12 PM (IST)Updated: Wed, 28 Oct 2026 12:12 PM (IST)
dhanteras-2026-gold-investment-5-ways-to-invest-in-gold-and-silver-from-jewellery-to-digital-gold

Dhanteras 2026 Gold Investment:  ધનતેરસનો તહેવાર હોય અને સોનાની ચમક વિશે વાત ન હોય એવું બની શકે નહીં. ભારતમાં આ સમયમાં સોનાની ખરીદીને શુભ માનવામાં આવે છે. પાંચ દિવસ સુધી ચાલનાર દિવાળી ઉત્સવની શરૂઆત ધનતેરસથી થાય છે. આ વર્ષે આ તહેવારો 6 નવેમ્બર 2026ના રોજ છે. ધનતેરસ પર સોના-ચાંદીના ઘરેણા, સિક્કા અને વાસણોની ખરીદી ખાસ મહત્વ ધરાવે છે.

સોના-ચાંદીની ખરીદીને વિવિધ અંદાજમાં જોવા જોઈએ. એક્સચેન્જ ટ્રેડેડ ફંડ(ETF), મ્યુચ્યુઅલ ફંડ,ડિજિટલ ગોલ્ડ અને ઈલેક્ટ્રોનિક ગોલ્ડ રિસીટ (EGR) જેવા વિકલ્પો મારફતે આ કિંમતી ધાતુઓમાં રોકાણ કરી શકાય છે.

ધનતેરસ 2026: સોના-ચાંદીમાં રોકાણની 5 રીત

સોના-ચાંદીની ખરીદી:ઘરેણા અને છડા

ધનતેરસ પર સોના-ચાંદીના ઘરેણા, સિક્કા અથવા છડાની ખરીદી કરીને પરંપરાગત રોકાણ કરી શકાય છે. તેને ખાનગી રીતે ઉપયોગ કરવા માટે કરી શકાય છે અથવા આગામી પેઢીના વારસાના સ્વરૂપમાં સોપી શકાય છે. 

જોકે, સોનાના દાગીના ખરીદતી વખતે માકિંગ ચાર્જસ, GST અને અન્ય લાગૂ ચાર્જીસને ધ્યાનમાં રાખવા જરૂરી છે. તેને લીધે ઘરેણાની કૂલ કિંમતમાં વધારો થાય છે. બાદમાં ઘરેણા વેચીને આ વધારાના ખર્ચાની ભરપાઈ થઈ શક્તિ નથી.

 Gold-Silver ETF: ધાતુ રાખ્યા વગર રોકાણ કરો 

જો તમે સોના-ચાંદીની કિંમતોમાં થઈ રહેલ ફેરફારથી ફાયદા ઉઠાવવા જોઈએ. જોકે આ કિંમતી ધાતુને ઘરમાં રાખીવાની ચિંતા ન કરવી જોઈએ. Gold-Silver ETF અંગે વિચાર કરી શકાય છે. આ એવું ફંડ છે કે જેની ખરીદી-વેચાણ શેરબજારમાં થાય છે અને તે સોના અથવા ચાંદી સાથે સંકળાયેલ છે. 

3. ગોલ્ડ-સીલ્વર મ્યુચ્યુઅલ ફંડ

જે રોકાણકાર મ્યુચ્યુઅલ ફંડ મારફતે સોના-ચાંદીમાં રોકાણ કરવા ઈચ્છે છે તેમના માટે ગોલ્ડ અને સિલ્વર મ્યુચ્યુઅલ ફંડ એક વિકલ્પ છે. આ ફંડ ગોલ્ડ અથવા સિલ્વર ETFમાં રોકાણ કરે છે.

આ ફંડ્સમાં રોકાણ કરવું સામાન્ય રીતે ડીમેટ ખાતું હોવું જરૂરી નથી. આ સાથે જ રોકાણકારો સોના-ચાંદીને ફિઝીકલ રીતે ખરીદી કરી શકે છે અથવા શુદ્ધતાની તપાસ કરવાની ચિંતા રહેતી નથી.

Digital Gold: ઓછી રકમથી સોનામાં રોકાણ

Digital Gold મારફતે તમે ઘરે બેસી ઓનલાઈન સોનાની ખરીદી કરી શકો છો. આ માટે ચુકવણી કરવા એપી અથવા અન્ય ઓનલાઈન પ્લેટફોર્મનો ઉપયોગ કરી શાય છે. તમે જેટલી રકમથી સોનાની ખરીદી કરો છો તે પ્રમાણે તમે સોનાનું પ્રમાણ મળે છે. તમારા રોકાણની કિંમત સોનાના બજાર ભાવ સાથે વધઘટ થતી રહે છે. ડિજિટલ ગોલ્ડની વિશેષતા એ છે કે તમે ઓછી રકમથી રોકાણની શરૂઆત કરી શકો છો.

ઈલેક્ટ્રોનિક ગોલ્ડ રિસીટ (EGR): સોનું રાખ્યા વગર રોકાણના વિકલ્પ

ઈલેક્ટ્રોનિક ગોલ્ડ રિસીટ (EGR) સોનામાં રોકાણને એક રીતે છે. તેના મારફતે રોકાણકારોને સોના તમારી પાસે ફિઝીકલ રીતે જરૂરી નથી હોતા. આ શેરબજારમાં ખરીદ-વેચાણ કરી શકાય છે. તે ચોક્કસ ધોરણો સાથે સોનાને લઈ રીપ્રેઝન્ટેડ છે. આ સોનું વોલ્ટીંગ સિસ્ટમમાં સુરક્ષિત રાખવામાં આવે છે.