DA Hike News:લાખો કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સ અત્યારે મોંઘવારી ભથ્થામાં વધારો થાય તેની રાહ જોઈ રહ્યા છે. દિવાળીના તહેવાર આવી રહ્યા છે, જોકે હજુ સુધી કેન્દ્ર સરકારે મોંઘવારી ભથ્થામાં વધારો કરવાની જાહેરાત કરી નથી.
બુધવારે મોંઘવારી ભથ્થામાં વધારો થવાની જાહેરાત
બુધવારે કેન્દ્રીય કેબિનેટની બેઠક યોજાય તેવી શક્યતા છે. આ બેઠકમાં મોંઘવારી ભથ્થામાં વધારો કરવા અંગે જાહેરાત કરવામાં આવી શકે છે.
કેન્દ્ર સરકાર સાપ્તાહિક ધોરણે કેબિનેટની બેઠકો બાદ વિવિધ સેક્ટરો માટે મોટી જાહેરાતો કરી હોય છે. અલબત મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતની અસર એક કરોડથી વધારે સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સ પર અસર થાય છે. માટે સરકાર સામાન્ય રીતે કેબિનેટ બેઠક બાદ જ તેમાં વધારો કરવાની જાહેરાત કરે છે. માટે આ વાતની પૂરી શક્યતા છે કે સરકાર આગામી કેબિનેટ બેઠકમાં આ અંગે જાહેરાત કરી શકે છે. જે 28 ઓક્ટોબરના રોજ યોજાશે. જોકે જરૂરી નથી કે કેબિનેટ બેઠકમાં જ આ અંગે જાહેરાત કરવામાં આવે. ફાયનાન્સ મિનિસ્ટ્રીના ડિપાર્ટમેન્ટ ઓફ એક્સપેન્ડિચર પણ આ અંગે જાહેરાત કરી શકે છે.
જુલાઈથી ભથ્થા લાગુ થશે
મોંઘવારી ભથ્થામાં વધારો કરવાની જાહેરાત થાય છે તો કર્મચારીઓને જુલાઈથી તેનો લાભ મળશે. પછી ભલે તેની જાહેરાત ઓક્ટોબરમાં થઈ રહી હોય છે. અલબત લાભ નિયમો પ્રમાણે આપવામાં આવશે.
ઓલ ઈન્ડિયા ન્યૂ પેન્શન સ્કીમ એમ્પ્લોઈઝ ફેડરેશન(AINPSEF)ના પ્રેસિડેન્ટ મનજીત સિંહ પટેલના મતે નવા DA રેટ જુલાઈ-ડિસેમ્બર 2026ના સમય માટે લાગુ થશે. જો સરકાર આ મહિને જાહેરાત કરે છે તો કર્મચારીઓને નવેમ્બરના અંતમાં પગાર સાથે જુલાઈ-ઓક્ટોબરના એરિયર પણ મળી જશે.
આ વખતે કેન્દ્રીય કર્મચારીના મોંઘવારી ભથ્થામાં 3થી 4 ટકા વધારો થઈ શકે છે. જુલાઈ 2025-જૂન 2026ની સરેરાશ રિટેલ મોંઘવારીને ધ્યાનમાં રાખી DAમાં વધારો કરવામાં આવશે. સરેરાશ મોંઘવારીને DA કેલક્યુલેશન ફોર્મ્યુલા પર લાગુ કરવા, અનુમાનિત DA વધારી 3થી લઈ 4 ટકા સુધી કરવામાં આવી શકે છે. જો તેમાં 3 ટકા વધારો થાય છે તો તે 63 ટકા થઈ જશે. જ્યારે 4 ટકા વધવા પર તે 64 ટકા થઈ જશે.
