Hormuz And Crude Oil:હોર્મુઝ સ્ટ્રેટ ખોલવાની જાહેરાત બાદ ક્રુડ ઓઈલના ભાવમાં મોટો કડાકો, બેરલ દીઠ એક ઝાટકે 11 ટકાનો થયો ઘટાડો

ક્રુડ WIT ક્રુડનો ભાવ 10.67 ડોલર એટલે કે 11.27 ટકા તૂટીને 84.02 ડોલર પર આવી ગયા છે. બ્રેન્ટ ક્રુડનો ભાવ બેરલદીઠ ભાવ 10.06 ડોલર એટલે કે 10.12 ટકા ગગડી 89.33 ડોલર થયા છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Fri, 17 Apr 2026 07:14 PM (IST)Updated: Fri, 17 Apr 2026 07:14 PM (IST)
crude-oil-prices-plunged-by-11-per-cent-per-barrel-after-iran-announced-opening-of-strait-of-hormuz

Hormuz And Crude Oil:મધ્ય પૂર્વમાં જ્યારે વૈશ્વિક વ્યાપાર માટે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ(Strait of Hormuz)ને ફરીથી ખોલવાની જાહેરાત કર્યાં બાદ વિશ્વ અર્થતંત્રને મોટો હાશકારો થયો છે. આ અહેવાલ બાદ વિશ્વ બજારમાં ક્રુડ ઓઈલના ભાવમાં મોટો ઘટાડો થયો છે. ઈરાને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ફરીથી ખોલતા આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઈલના ભાવમાં આશરે 11 ટકાનો કડાકો બોલાઈ ગયો છે.

વિશ્વ બજારમાં ક્રુડ WIT ક્રુડનો ભાવ 10.67 ડોલર એટલે કે 11.27 ટકા તૂટીને 84.02 ડોલર પર આવી ગયા છે. જ્યારે બ્રેન્ટ ક્રુડનો ભાવ બેરલદીઠ ભાવ 10.06 ડોલર એટલે કે 10.12 ટકા ગગડી 89.33 ડોલર થયા છે. આ ઉપરાંત મુરબાન ક્રુડનો ભાવ પણ આશરે 8 ડોલર એટલે કે 8 ટકા તૂટીને 93 ડોલર પહોંચી ગયા છે. આ સાથે ભારતીય અર્થતંત્રને માટે મોટી રાહત મળી છે. ભારત પર ક્રુડ ઓઈલના વધી રહેલા ભાવની સ્થિતિમાં ભારે દબાણ જોવા મળતું હતું.

ઈરાન પર અમેરિકા ઈઝરાયલે હુમલો કરેલો
ઈરાન પર અમેરિકા તથા ઈઝરાયેલે પ્રથમ વખત 28 ફેબ્રુઆરી 2026ના રોજ હુમલો કરવામાં આવ્યો હતો. તે દિવસથી સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી જહાજોની અવર-જવરને ભારે અસર થઈ હતી. કેટલાક દિવસ બાદ હોર્મુઝને ઈરાને સંપૂર્ણપણે બંધ કરી દીધો હતો. આ રીતે 28 ફેબ્રુઆરી 2026થી 17 એપ્રિલ 2026 સુધી એટલે કે 49 દિવસ બાદ હોર્મુઝને ઈરાન દ્વારા સંપૂર્ણપણે ખોલી દેવામાં આવ્યો છે.