Crude Oil Price Down:ક્રુડ ઓઈલની કિંમતમાં 4 ટકાનો ઘટાડો થયો છે. યુદ્ધના મોરચે હવે તંગદિલી નહીં હોવાની પ્રબળ શક્યતા વચ્ચે ક્રુડ ઓઈલની કિંમતમાં ઘટાડો થયો છે. યુરોપીયન દેશો વચ્ચે પોતાના રિઝર્વમાંથી ડીઝલ નિકાલ અંગે ચર્ચા થયાના અહેવાલ છે. આ સાથે જ ક્રુડ ઓઈલના વધારાના સ્ટોક ઈશ્યુ કરવાની દરખાસ્ત સામે આવી છે. બજારે આ સંભવિત રાહત અંગે પ્રતિક્રિયા આપી છે અને ઓઈલની કિંમતમાં ઝડપભેર ઘટાડો થયો છે.
ઓઈલના બજારમાં ગુરુવારે ચિંતા વધી હતી, અમેરિકા મધ્ય પૂર્વમાં ત્રીજું એરક્રાફ્ટ કેરિયર સ્ટ્રાઈક ગ્રુપ મોકલી રહેલ છે. આ સાથે 2000 મરીન્સ ધરાવતી ટીમ પણ મોકલવામાં આવતા હોવાના અહેવાલ છે. અગાઉથી ચાલી રહેલ સંઘર્ષ વચ્ચે રોકાણકારોને ડર લાગવા લાગ્યો છે કે તણાવ વધી શકે છે અને તેને લીધે ઓઈલના સપ્લાઈમાં નવી અસર આવી શકે છે.આ સ્થિતિમાં ક્રુડ ઓઈલની કિંમતોને ટેકો મળતો હતો. જોકે આજે ક્રુડ ઓઈલના મોરચે મોટી રાહત મળી રહી છે. ઓઈલના ભાવ રૂપિયા 100 ડોલરની નીચા આવી ગયા છે.
રોયટર્સના અહેવાલ પ્રમાણે યુરોપિયન યુનિયન(EU)ના સભ્ય દેશ ફ્રાંસની એક દરખાસ્ત અંગે વિચાર કરી રહી છે. પ્રસ્તાવ છે કે યુરોપીયન દેશ તેના રિઝર્વથી વધારે ડીઝલ ઈસ્યુ કરી શકે છે, જેથી વિશ્વમાં ડીઝલની અછતને લઈ જે દબાણ સર્જાયું છે તે ઓછું થઈ શકે છે.
