India Fiscal Deficit:પ્રથમ 6 મહિનામાં દેશની રાજકોષિય ખાધ રૂપિયા 7.15 લાખ કરોડને પાર થઈ, જાહેર થઈ આંકડાકીય માહિતી

ભારતની રાજકોષિય ખાધ નાણાકીય વર્ષ 2027ના પ્રથમ છ મહિના એટલે કે એપ્રિલથી સપ્ટેમ્બર દરમિયાન રૂપિયા 7.15 લાખ પહોંચી છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sat, 31 Oct 2026 10:26 AM (IST)Updated: Sat, 31 Oct 2026 10:34 AM (IST)
countrys-fiscal-deficit-crossed-rs-715-lakh-crore-in-the-first-6-months

India Fiscal Deficit:ભારતની રાજકોષિય ખાધ નાણાકીય વર્ષ 2027ના પ્રથમ છ મહિના એટલે કે એપ્રિલથી સપ્ટેમ્બર દરમિયાન રૂપિયા 7.15 લાખ પહોંચી છે. જે સરકાર દ્વારા વર્તમાન નાણાકીય વર્ષ માટે નક્કી કરવામાં આવેલ રાજકોષિય ખાધના લક્ષ્યાંકના 42.1 ટકા છે.

આ માહિતી સરકાર તરફથી શુક્રવારે જાહેર કરવામાં આવેલી આંકડાકીય માહિતીમાં આપવામાં આવી હતી. ગત નાણાકીય વર્ષની સમાન અવધીમાં દેશને રૂપિયા 5.7 લાખ કરોડની રાજકોષિય ખાધ સર્જાઈ હતી.

સરકારને કેટલો ટેક્સ મળ્યો

સરકારી આંકડાકીય માહિતી પ્રમાણે વર્તમાન નાણાકીય વર્ષના પ્રથમ છ મહિનામાં દેશની ચોખ્ખી કરવેરાની આવક રૂપિયા 12.8 લાખ કરોડ પહોંચી છે. જે ગત નાણાકીય વર્ષની સમાન ત્રિમાસિક ગાળામાં રૂપિયા 12.3 લાખ કરોડ હતી. આ ચોખ્ખી કરવેરાની પ્રાપ્તિમાં વાર્ષિક આધાર પર 4.06 ટકા વૃદ્ધિ થઈ છે.

નાણાકીય વર્ષ 2027ના એપ્રિલ-સપ્ટેમ્બર અવધિ દરમિયાન કરવેરા સીવાયની આવક રૂપિયા 4.9 લાખ કરોડ રહી છે, જે ગત વર્ષની સમાન અવધિમાં રૂપિયા 4.7 લાખ કરોડ હતી. કરવેરા સીવાયની આવકમાં વાર્ષિક ધોરણે 2.12 ટકા વધારો થયો છે.

વર્તમાન નાાકીય વર્ષના પ્રથમ છ મહિનામાં કૂલ સરકારી ખર્ચ 25.5 લાખ કરોડ રૂપિયા થયો છે, જે ગત વર્ષની સમાન અવધિમાં રૂપિયા 23 લાખ કરોડ હતો. તે વાર્ષિક આધાર પર 10.8 ટકાની વૃદ્ધિ દર્શાવે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે વર્તમાન નાણકીય વર્ષ માટે રૂપિયા 17.2 લાખ કરોડ ઉધાર લેવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો.

સરકારે સંપૂર્ણ નાણાકીય વર્ષ 2027 માટે રાજકોષિય ખાધના લક્ષ્યાંકને રૂપિયા 16.96 લાખ કરોડ નક્કી કર્યો છે, જે GDPના 4.3 ટકા છે.