Gold Prediction:સોનું ફરીથી નવો ઈતિહાસ રચશે? જાન્યુઆરીથી જ શરૂ થઈ ગઈ છે સુપરસાઈકલ, નિષ્ણાતોએ કરી ભવિષ્યવાણી

કોમોડિટી બજારમાં નવી સુપરસાઈકલ શરૂ થવાના સંકેત છે, જેના કારણે સોનાના ભાવમાં ઐતિહાસિક ઉછાળો આવી શકે છે. નિષ્ણાતોના મતે, વૈશ્વિક રોકાણકારો શેરબજારમાંથી પૈસા કાઢી સોનામાં રોકાણ કરી રહ્યા છે, જે આ તેજીનું મુખ્ય કારણ છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Wed, 26 Aug 2026 11:05 PM (IST)Updated: Wed, 26 Aug 2026 11:05 PM (IST)
will-gold-create-new-history-again-the-super-cycle-has-started-since-january-itself

Gold Price Prediction:જો તમે સોનામાં રોકાણ કરી રહ્યા છો અને જ્લેવરી ખરીદવાની યોજના ધરાવો છો તો આ માહિતી તમારા માટે ખાસ છે. ગોલ્ડ અને કોમોડિટી બજારોમાં મોટા ફેરફાર થતા જોવા મળી રહ્યા છે. કોમોડિટી માર્કેટમાં હવે એક નવી સુપરસાઈકલ(Gold Supercycle)ની શરૂઆત થઈ શકે છે, જેને લીધે સોનાની કિંમતોમાં મોટો ઉછાળો જોવા મળી શકે છે.

બ્લૂમબર્ગ કોમોડિટી ઈન્ડેક્સ(BCOM) ફરી એક વખત વર્ષ 2022ના પોતાના સૌથી મહત્વના રેજિસ્ટેન્સ લેવલ 140.58ને ટેસ્ટ કરી રહ્યા છે. જો આ ઈન્ડેક્સ 140.58 લેવલને મજબૂતીથી પાર કરી લે છે તો કોમોડિટી માર્કેટમાં એક મોટા બ્રેકઆઉટ થશે. તેને લગતો આગામી ટાર્ગેટ 166 અને તેની ઉપર જઈ શકે છે. તેની સીધી અને સૌથી મોટી અસર સોના પર થશે. તેની સીધી અને સૌથી મોટી અસર સોના પર થશે. જેથી ગોલ્ડમાં એક નવા ઐતિહાસિક ઉછાળો આવી શકે છે.

સોનામાં શા માટે તેજી આવશે?

કેડિયા એડવાઈઝરીના ડિરેક્ટર અજય કેડિયાના મતે અત્યારે વૈશ્વિક લેવલ પર શેરબજાર અને બોન્ડ માર્કેટમાં ભારે દબાણ જોવા મળી રહ્યું છે. આ સંજોગોમાં વિશ્વભરના મોટા રોકાણકારો અને સંસ્થા તેમના પૈસા શેરબજારમાંથી કાઢી ગોલ્ડ જેવા રિયલ એસ્ટેટમાં શિફ્ટ કરી રહ્યા છે. 

આ કોમોડિટી એક મોટું અપસાઈકલના શરૂઆતી સંકેત છે. સુપરસાઈકલ અત્યારે શરૂઆત થઈ રહી છે. વર્તમાન સમયમાં બજારમાં જે વધઘટ થઈ રહી છે તે કોમોડિટી અને ખાસ કરીને સોનામાં એક મોટી તેજીનું ટ્રેલર છે. માટે રોકાણકારોએ બજાર પર નજર રાખવી જોઈએ.