Sugar prices:દિવાળીના તહેવાર અગાઉ સામાન્ય પ્રજાને મોંઘવારીનો ઝાટકો લાગ્યો છે. ખાંડની કિંમતે તેમના બજેટને ખોરવ્યું છે. આ સાથે છેલ્લા એક મહિનામાં છૂટક અને જથ્થાબંધ ભાવમાં પ્રતિ કીલો રૂપિયા 4 વધારો થયો છે. તહેવાર દરમિયાન સામાન્ય પ્રજાના ખિસ્સા પર અસર થઈ શકે છે.
આ સાથે ખાંડની સરેરાશ કિંમત વધીને કીલો દીઠ રૂપિયા 59.50 થઈ છે. જ્યારે જથ્થાબંધ બજારમાં સરેરશ કિંમત કીલો દીઠ રૂપિયા 55.40 થયો છે. છેલ્લા એક મહિનામાં બજારમાં ખાંડની કિંમત રૂપિયા 4 વધી છે.ગયા વર્ષની તુલનામાં આ કિંમત વધારે મોંઘી થઈ છે અને એક વર્ષમાં છૂટક બજારમાં ખાંડની કિંમત રૂપિયા 46.50 પ્રતિ કીલો ઉપલબ્ધ હતી. જે હવે વધીને પ્રતિ કિલો રૂપિયા 59.50 થઈ છે. એવી જ રીતે જથ્થાબંધ ભાવ રૂપિયા 43.23થી વધી રૂપિયા કીલો દીઠ રૂપિયા 55.40 થયો છે.આ સાથે જથ્થાબંધ ભાવ પણ રૂપિયા 43.23થી વધી રૂપિયા 55.40 થઈ છે. એટલે કે વાર્ષિક ધોરણે ભાવ રૂપિયા 12થી 12 પ્રતી કીલો થઈ છે.
ખાંડના ભાવ કેમ વધી રહ્યા છે
ખાંડની કિંમતોમાં તેજી રહેવા પાછળ સૌથી મોટું કારણ સિઝનમાં ઉત્પાદન અપેક્ષા કરતાં ઓછું રહેવાનું છે. આ ઉપરાંત તહેવારો દરમિયાન માંગ વધવા, પાકને નુકસાન તથા આંતરરાષ્ટ્રીય બજારમાં સપ્લાઈ ઓછો થવા અને સંગ્રહખોરી જેવા કારણોએ બજારમાં કિંમત પર અસર કરી છે.સરકારે સ્થિતિને અંકૂશમાં લેવા માટે ખાંડના સ્ટોકને નિયત મર્યાદા નક્કી કરવા, આયાત વધારવા અને બજાર દેખરેખ જેવા પગલા ભર્યાં છે.
નવી સિઝનમાં કેટલું થયું ઉત્પાદન
દરમિયાન નવી સિઝનમાં ખાંડનું ઉત્પાદન શરૂ થઈ ગયું છે. નેશનલ ફેડરેશન ઓફ કોઓપરેટિવ સુગર ફેક્ટરી(NFCSF)ની માહિતી પ્રમાણે 30 ઓક્ટોબર સુધીમાં દેશમાં 152 સુગર મિલોએ કૂલ 8.45 લાખ ટન ખાંડનું ઉત્પાદન કર્યું છે. નવી સિઝનમાં પેરાઈની શરૂઆત 8 ઓક્ટોબરથી થયું હતું. નવા ઉત્પાદનથી બજારમાં ખાંડની ઉપલબ્ધતા વધે તેવી શક્યતા છે.
