Gold Silver Price:બુલિયન માર્કેટમાં મંદી ઘેરી બની, અમદાવાદ સોનું રૂપિયા 1000 અને ચાંદી રૂપિયા 2000 તૂટયાં,આજના ભાવ જાણો

અમદાવાદ ખાતે શુદ્ધ સોનાના 10 ગ્રામદીઠ ભાવ રૂપિયા 1000 ઘટી રૂપિયા 1,55,500 થયો છે.જ્યારે અમદાવાદ સ્ટાન્ડર્ડ સોનું 10 ગ્રામનો ભાવ રૂપિયા 1000 તૂટી રૂપિયા 155200 રહ્યું છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Thu, 24 Sep 2026 06:16 PM (IST)Updated: Thu, 24 Sep 2026 06:16 PM (IST)
slump-deepens-in-the-bullion-market-gold-drops-by-1000-and-silver-by-2000

Gold Silver Price Today Ahmedabad(September 24,2026)|આજનો સોનાનો ભાવ:અમેરિકી ડોલરમાં મજબૂતી અને વૈશ્વિકસ્તરે સતત મંદીમય સ્થિતિમાં સોનાના ભાવમાં સતત ચોથા સેશન દરમિયાન મંદી આગળ વધી છે. અમદાવાદ ખાતે શુદ્ધ સોનાના 10 ગ્રામદીઠ ભાવ રૂપિયા 1000 ઘટી રૂપિયા 1,55,500 થયો છે.

જ્યારે અમદાવાદ સ્ટાન્ડર્ડ સોનું 10 ગ્રામનો ભાવ રૂપિયા 1000 તૂટી રૂપિયા 155200 રહ્યું છે. જ્યારે અમદાવાદ ચાંદીનો કિલોદીઠ ભાવ વધુ રૂપિયા 2000 ગગડી રૂપિયા 2,30,000 થઈ ગઈ છે.મલ્ટી કોમોડિટી એક્સેન્જ (MCX) ખાતે ઓક્ટોબર ડિલિવરીનો ભાવ રૂપિયા 833 એટલે કે 0.55 ઘટી રૂપિયા 1,50,466 રહ્યો છે.


ટેકનિલકલ એનાલિસ્ટના મતે અમેરિકી ડોલર મજબૂત થતા અને ટ્રેઝરી ઈલ્ડ્સ વધતા સોના પર નકારાત્મક અસર થઈ રહી છે. અમેરિકાના પ્રાઈવેટ સેક્ટરના એમ્પ્લોઈમેન્ટ ડેટા વધીને આવતા ફુગાવા અંગે નવેસરથી ચિંતા સર્જાતા આગામી સમયમાં વ્યાજ દરમાં વધારો થાય તેવી દહેશત વચ્ચે સોનાના ભાવમાં મંદી ઘેરી બની હતી.આગામી સમયમાં ફેડરલ રિઝર્વ તેના વ્યાજ દરોમાં વધારો કરે તેવી શક્યતા પ્રબળ બની હતી. દ

રમિયાન કોમેક્સ ગોલ્ડનો વાયદો 17.93 ડોલર એટલે કે 0.42 ટકા ઘટી પ્રતિ ઔંસ 4,300.47 ડોલર થયો હતો. આ અહેવાલ લખાય છે ત્યારે ન્યૂયોર્ક ખાતે સોનાનો વાયદો 15.10 ડોલર એટલે કે 0.35 ટકા ઘટી 4,269.94 ડોલર થયો હતો. જ્યારે ચાંદી 0.83 ડોલર એટલે કે 1.29 ટકા ઘટી 63.67 ડોલર નોંધાયો હતો.

બીજીબાજુ ડોલર ઈન્ડેક્સ 101ની સપાટીને સ્પર્શી ગયો હતો. તે છેલ્લા બે મહિનાની ઊંચી સપાટીએ છે. અને 10 વર્ષની ટ્રેઝરીની ઈલ્ડ 5.11 ટકા નજીક પહોંચી ગઈ છે. જે જુલાઈ 2007 બાદ સૌથી ઊંચી સપાટીએ છે.