Silver Rate Weekly Fall: સોના-ચાંદીની કિંમતો (Gold-Silver Rates) માટે વિતેલું સપ્તાહ ખૂબ જ નિરાશાજનક રહ્યું છે. વિશ્વમાં ચિંતાના માહોલ વચ્ચે સામાન્ય રીતે તો સોના-ચાંદીની કિમતોમાં તેજી થવી જોઈએ, પણ આ વખતે ઈરાન યુદ્ધને લઈ જે દહેશત સર્જાઈ છે તેને લીધે કિંમતોમાં સતત પીછેહઠ જોવા મળશે.
વીતેલા સપ્તાહમાં ચાંદીની કિંમતોમાં જંગી વેચવાલી જોવા મળી રહી છે. વીતેલા સપ્તાહમાં ચાંદીની કિંમતમાં ભારે મંદી (Silver Price Crash) જોવા મળી છે. વીતેલા સપ્તાહમાં કામકાજના પાંચ દિવસમાં ચાંદીની કિંમતમાં કીલો દીઠ રૂપિયા 31000નો ઘટાડો થયો છે.
આ પણ વાંચો
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર 13 માર્ચના રોજ 5 મે માટેની એક્સપાયરી રૂપિયા 2,59,435 પર હતી, જે ગત શુક્રવારે ઘટીને રૂપિયા 2,23,305 રહ્યા હતા, જે રૂપિયા 36,103 નો ઘટાડો નોંધાવતો હતો. અલબત આ ઘટાડામાં નજીવી ઓછી થઈ રૂપિયા 2,26,470 રહ્યા હતા, જે ચાંદીની કિંમત રૂપિયા 31,965 રહ્યા હતા.
સતત ઘટી રહેલી ચાંદીના ભાવ તેની સર્વોચ્ચ સપાટીથી ભારે ઘટાડો નોંધાવેલો છે. ચાંદીના વાયદાનો ભાવ 29 જાન્યુઆરીના રોજ પ્રથમ વખત રૂપિયા 4 લાખને પાર થઈ હતી અને રૂપિયા 4,20,048ની અત્યાર સુધીની સૌથી ઊંચી સપાટીએ પહોંચી હતી. આ ઊંચી સપાટીથી અત્યાર સુધીમાં ભાવ કીલો દીઠ રૂપિયા 1,92,578 ગગડ્યા છે.
આવી જ રીતે સોનાના ભાવ પણ 10 ગ્રામ દીઠ રૂપિયા 1,44,825 રહ્યા હતા, જોકે ચાર દિવસ દરમિયાન થયેલા ઘટાડાને ગણતરીમાં લેવામાં આવે તો ગોલ્ડ પ્રાઈઝ રૂપિયા 13,641 તૂટ્યા છે.
Gold-Silverના ભાવમાં સતત ઘટાડો થવા પાછળનું કારણ અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે યુદ્ધની સ્થિતિ જવાબદાર છે. અમેરિકા દ્વારા વ્યાજ દરોને સ્થિર રાખવા સાથે હોર્મુઝને લઈ જે સતત ચિંતા વધી રહી છે તેને પગલે ક્રુડના ભાવમાં તેજી આવી છે અને વિશ્વસ્તરે મોંઘવારી વધી ગઈ છે. ડોલરના મૂલ્યમાં તેજી જોવા મળી છે.
