Silver Price Crash: ચાંદીની કિંમતોમાં વિક્રમજનક સપાટીથી 55 ટકાનો થયો ઘટાડો, શું સિલ્વરમાં રોકાણ માટે આ યોગ્ય સમય છે?

Silver Price Crash:ચાંદીની કિંમતોમાં આ વર્ષે જાન્યુઆરીના અંત ભાગમાં જે નવી ઊંચી સપાટી જોવા મળી હતી. 28 જાન્યુઆરી 2026ના રોજ આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદીની કિંત 117 ડોલર પ્રતિ ઔંસ થઈ હતી.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Thu, 29 Oct 2026 02:48 PM (IST)Updated: Thu, 29 Oct 2026 02:48 PM (IST)
silver-price-crash-prices-drop-55-cent-from-record-high-should-you-buy-now

Silver Price Crash:ચાંદીની કિંમતોમાં આ વર્ષે જાન્યુઆરીના અંત ભાગમાં જે નવી ઊંચી સપાટી જોવા મળી હતી. 28 જાન્યુઆરી 2026ના રોજ આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદીની કિંમત (Silver Price Today) 117 ડોલર પ્રતિ ઔંસ થઈ હતી. 29 ઓક્ટોબર 2026ના રોજ આ ભાવ 52.68 ડોલર પ્રતિ ઔંસ થઈ છે. તેનો અર્થ એવો થાય છે કે ચાંદી જાન્યુઆરીથી લઈ અત્યાર સુધીમાં 55 ટકા તૂટી ગઈ છે.

ભારતમાં ચાંદીનો વાયદો પણ તૂટ્યો

ભારતમાં સિલ્વર ફ્યુચર્સમાં પણ મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. જાન્યુઆરીના અંત ભાગમાં MCX પર Silver Futures રૂપિયા 3,84,632 પ્રતિ કીલો પહોંચી ગયો છે. 29 ઓક્ટોબરના ભાવ આશરે રૂપિયા 1,91,967 પ્રતિ કીલો આસપાસ હતો.

ઘટાડા વચ્ચે સપ્ટેમ્બરમાં રોકાણ 55 ટકા વધ્યું

આ ઘટાડા વચ્ચે ચાંદીમાં રોકાણકારોએ ખૂબ જ રસ લઈ રહ્યા છે. આ વર્ષ સપ્ટેમ્બરમાં સિલ્વર એક્સચેન્જ ટ્રેડેટ ફંડ(ETF)માં રૂપિયા 1,974 કરોડ રોકાણ આવ્યું હતું. તે ઓગસ્ટની તુલનામાં 55 ટકા વધારે છે.

Silver ETF ઈન્વેસ્ટર્સને ફિઝીકલ સિલ્વર ખરીદી વગર આ અંગે રોકાણની સુવિધા મળે છે. મ્યુચ્યુઅલ ફંડનું સિલ્વર ETF સ્કીમ ઈન્વેસ્ટર્સના પૈસાથી 99.9 શુદ્ધતા ધરાવતા ચાંદીની ખરીદે છે.

સ્ટોક એક્સચેન્જો પર યુનિટ્સનું ટ્રેડિંગ

સિલ્વર ETF યુનિટ્સનું ટ્રેડિંગ શેરની માફક સ્ટોક એક્સચેન્જો પર થાય છે. આ માટે સિલ્વર ETFમાં રોકાણ કરવા માટે ડીમેટ અને ટ્રેડિંગ અકાઉન્ટ જરૂરી છે. ઈન્વેસ્ટર માટે Silver ETFમાં રોકાણ કરવા પર એસેટ મેનેજમેન્ટ કંપનીના ડીમેટ ખાતામાં યુનિટ ટ્રાન્સફર કરી દે છે.

લાંબા ગાળાના રોકાણને જાળવી શકાય છે

જો રોકાણકારો હાઈ પ્રાઈઝ પર સિલ્વર ખરીદે છે તો તેનો અર્થ એવો નથી કે તેમના પૈસા કાઢી લેવા જોઈએ. આ પ્રકારના ઘટાડા બાદ સિલ્વરમાં રોકાણ વધારવાનો કોઈ અર્થ નથી. જે લોકો રોકાણ કરે છે તેમણે લાંબા ગાળા માટે રાખવા જોઈએ.