Gold Silver Price: અમદાવાદ ખાતે ચાંદીના ભાવમાં મોટો કડાકો, એક ઝાટકે રૂપિયા 7000 તૂટ્યા, 10 ગ્રામ સોનામાં રૂપિયા 500 વધ્યા,આજના રેટ જાણો

અમદાવાદ બુલિયન એસોસિએશનની માહિતી પ્રમાણે આજે અમદાવાદ ખાત 10 ગ્રામ સોનાના ભાવ રૂપિયા 500 વધી રૂપિયા 158500 થયા છે અને કીલો દીઠ ચાંદીનો ભાવ રૂપિયા 7000 તૂટી ગયા છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Thu, 10 Sep 2026 06:55 PM (IST)Updated: Thu, 10 Sep 2026 06:55 PM (IST)
silver-price-crash-by-rs-7000-in-ahmedabad-gold-costly-by-500-know-todays-prices

Gold Silver Price Today Ahmedabad(September 10,2026):સોના-ચાંદીના ભાવમાં સતત ભારે અફરા-તફરીનો માહોલ જોવા મળી રહ્યો છે. અમદાવાદ બુલિયન એસોસિએશનની માહિતી પ્રમાણે આજે અમદાવાદ ખાત 10 ગ્રામ સોનાના ભાવ રૂપિયા 500 વધી રૂપિયા 158500 થયા છે અને કીલો દીઠ ચાંદીનો ભાવ રૂપિયા 7000 તૂટી ગયા છે. યુરોપિયન બેંક દ્વારા વ્યાજ દરોમાં વધારો કરવામાં આવતા આંતરરાષ્ટ્રીય બજારોમાં સોના અને ચાંદીની કિંમતોમાં ભારે ઘટાડો થયો છે.


અમદાવાદ ખાતે 10 ગ્રામ દીઠ શુદ્ધ સોનું(99.9) રૂપિયા 500 વધી રૂપિયા 1,58,500 રહ્યાં છે. અમદાવાદ ખાતે 10 ગ્રામ સ્ટાન્ડર્ડ સોના(99.50)નો ભાવ રૂપિયા 500 ઉછળી રૂપિયા 1,58,200 થયો છે. અમદાવાદ ખાતે ચાંદી કિલોનો ભાવ રૂપિયા 7000 તૂટી રૂપિયા 2,33,000 રહ્યો હતો.

વિશ્વબજારમાં યુરોપિયન સેન્ટ્રલ બેંક દ્વારા વ્યાજ દરોમાં અપેક્ષા પ્રમાણે વધારો કરતાં વિશ્વ બુલિયન માર્કેટમાં ભારે મંદી જોવા મળી રહી છે. આજે આંતરરાષ્ટ્રીય બજારમાં સૌનાના ઔંસદીઠ ભાવ 67 ડોલર તૂટી 4348 ડોલર કવોટ થયા હતા. જ્યારે ચાંદીના ભાવમાં પણ 3.58 ડોલર એટલે કે 5.26 ટકા તૂટી 64.69 ડોલર પ્રતિ ઔંસ ભાવ થયા છે.

MCX પર કિંમતોમાં કેવો ફેરફાર થયો છે
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ(MCX) પર સોના ભાવમાં સ્થિર રહ્યા હતા. MCX પર સોનાના ભાવ રૂપિયા 1713 તૂટી રૂપિયા 152,050 પ્રતિ 10 ગ્રામ આસપાસ કામકાજ કરતાં જોવા મળ્યાં છે. જ્યારે MCX ચાંદીનો કિલો દીઠ ભાવ રૂપિયા 9000 ગગડી રૂપિયા 2,35,000 રહ્યા હતા.