Crude Oil Tanker Crisis:ક્રુડ ઓઈલને લગતી મહત્વની માહિતી સામે આવી છે. સમગ્ર વિશ્વમાં ભારે ચિંતા વચ્ચે વિશ્વમાં ઓઈલના સપ્લાઈ માટે ઉપયોગ થનાર સુપરટેન્કરોની ભારે અછત સર્જાવા લાગી છે અને તેની ઓઈલ બિઝનેસ પર દબાણ સર્જાયું છે.આ જહાજોની ઉપલબ્ધતા ઓછી થવાથી ઓઈલને એક જગ્યાથી અન્ય જગ્યા પહોંચાડવાના ખર્ચમાં વધારો થઈ રહ્યું છે.
ક્રુડ ઓઈલ પરિવહન ખર્ચમાં ભારે ઉછાળા પાછળ મુખ્યત્વે સુપર ટેન્કરોને લઈ ભારે અછત છે. વિશ્વના અનેક ભાગોમાં ભાડા પર લેવામાં આવતા જહાજોની અછત છે. જહાજોની અછતને લીધે લાંબા અંતરથી આવતા ક્રુડ ઓઈલની કિંમતો વધવા લાગી છે અને રિફાઈનર નજીકના સ્રોતોથી ઓઈલ મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છે.
હ્યુસ્ટનથી એશિયામાં તેલનું વહન વધુ મોંઘુ બન્યું છે
હ્યુસ્ટનથી એશિયામાં તેલ કાર્ગોનું વહન કરવા માટે હવે પ્રતિ બેરલ વધારાના $26 ખર્ચ થાય છે. આનો અર્થ એ થાય કે પ્રતિ કાર્ગો આશરે $52 મિલિયન થાય છે. આ ખર્ચ વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ (WTI) ફ્યુચર્સના ભાવના લગભગ એક ક્વાર્ટર જેટલો છે. યુદ્ધ પહેલાં, તેલ પરિવહન ખર્ચ કુલ ખર્ચનો ખૂબ જ નાનો ભાગ હતો.
