Big SEBI Decision:FPIને માટે ખુલ્યા નવા માર્ગ,SEBIએ નોન-એગ્રી કોમોડિટી અને ડેરિવેટીવમાં રોકાણ કરવા મંજૂરી આપી

SEBIની બેઠકમાં વિદેશી પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સ(FPI) સાથે સંકળાયેલ અનેક મહત્વના નિર્ણયોને મંજૂરી આપી છે. આ અતર્ગત નોન-એગ્રી ડેરિવેટીવ્સ અને નોન-એગ્રી કોમોડિટીમાં FPI રોકાણને મંજૂરી આપી છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Thu, 24 Sep 2026 08:46 PM (IST)Updated: Thu, 24 Sep 2026 08:46 PM (IST)
sebi-granted-approval-to-fpis-to-invest-in-nonagricultural-commodities-and-derivatives

Big SEBI Decision:SEBIની બેઠકમાં વિદેશી પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સ(FPI) સાથે સંકળાયેલ અનેક મહત્વના નિર્ણયોને મંજૂરી આપી છે. આ અતર્ગત નોન-એગ્રી ડેરિવેટીવ્સ અને નોન-એગ્રી કોમોડિટીમાં FPI રોકાણને મંજૂરી આપી છે.

SEBIના નિર્ણય પ્રમાણે FPIને એક્સપાયરીથી 3 દિવસ અગાઉ પોતાન પોઝીશન બંધ કરશે. એટલે કે T-3 દિવસથી FPIને પોતાની પોઝીશન વધારવાની અનુમતિ નહીં હોય. આ ઉપરાંત FPIને ટ્રેડિંગ સભ્ય કે ક્લિયરિંગ સભ્ય સાથે અગાઉથી જ સમજૂતી કરવાની રહેશે.

REIT અને InvITના બદલે DRsને મંજૂરી

SEBI એ REIT અને ITvIT યુનિટ્સના બદલે Depository Receipts(DRs) ઈશ્યુ કરવાની પણ મંજૂરી આપે છે. શરૂઆતમાં આ DRsની લિસ્ટીંગ IFSCમાં થશે. આ વ્યવસ્થાનો લક્ષ્યાંક વિદેશી રોકાણને પ્રોત્સાહન આપે છે. NRI સહિત તમામ FPI આ DRsમાં રોકાણ કરી શકશે.

SEBIએ Portfolio Management Services (PMS)ના રોકાણના દાયરાને વધારવાની મંજૂરી આપી છે. આ સાથે જ PMSથી સંકળાયેલ નિયમોમાં પણ ફેરફારને મંજૂરી આપી છે.