Rupee Falls: US ડોલર સામે રૂપિયાની પીછેહેઠ; ક્રુડ ઓઈલના ભાવ વધતા, FIIની વેચવાલીને લીધે Rupee વધુ 13 પૈસા ગગડી 96.88

સેન્સેક્સ 1,045.46 પોઇન્ટ તૂટી 71.593.24 થયો હતો, જ્યારે નિફ્ટી 371.25 પોઇન્ટ ઘટી 22,231.80 રહ્યો હતો. ફોરેન ઈન્સ્ટિટ્યુશનલ ઈન્વેસ્ટર્સ (FIIs) તરફથી ગુરુવારે રૂપિયા 12,943.58 કરોડ વેચવાલી કરવામાં આવી હતી.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Thu, 08 Oct 2026 09:02 PM (IST)Updated: Thu, 08 Oct 2026 09:02 PM (IST)
rupee-falls-13-paise-to-close-at-9688-against-us-dollar

Rupee Falls:ભૂરાજકિય ચિંતા ઘેરી બનતા વૈશ્વિક બજારોમાં વધી રહેલા જોખમની સ્થિતિ વચ્ચે US ડોલર સામે રૂપિયાનું મૂલ્ય 13 પૈસા ગગડી 96. 88 થયો છે.ફોરેક્સ ટ્રેડર્સે જણાવ્યા પ્રમાણે પ્રતિકૂળ પરિસ્થિતિને પગલે રૂપિયાના મૂલ્યમાં દબાણ રહ્યું છે, વૈશ્વિકસ્તરે ડોલર મજબૂત બનતા અને બ્રેન્ટ ક્રુડની કિંમત પ્રતિ બેરલ 104 ડોલર નજીક રહેતા રૂપિયાના મૂલ્ય પર અસર જોવા મળી છે.અલબત રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા(RBI) દ્વારા ઘરેલ આંગણે નીચા સ્તરેથી દરમિયાનગીરી કરવામાં આવતા રૂપિયાના મૂલ્યને ટેકો મળ્યો હતો.

ઈન્ટરબેંક ફોરેન એક્સચેન્જ માર્કેટ

ઈન્ટરબેંક ફોરેન એક્સચેન્જ માર્કેટ ખાતે રૂપિયા 96.71 લેવલ પર ખુલ્યો હતો અને ગ્રીનબેક (Greenback) સામે રૂપિયા 96.65ની ઊંચી સપાટી બનાવ્યા બાદ તેની અગાઉની બંધ સપાટી સામે 13 પૈસા ગગડી 96.88 પર બંધ રહ્યો હતો.ભૂરાજકીય ચિંતા વધતા વૈશ્વિક બજારોમાં જે જોખમમાં વધારો થઈ રહ્યો છે તેને લીધે રૂપિયાના કામકાજ પર એકંદરે નકારાત્મક અસર જોવા મળી રહી છે. મજબૂત ડોલર અને ક્રુડ ઓઈલની કિંમતોમાં વધારો થવાથી રૂપિયા પર દબાણ વધ્યું હતું.

RBIની કાર્યવાહીની ખાતરી

ફોરેક્સ ટ્રેડર્સે જણાવ્યું હતું કે રોકાણકારો RBI દ્વારા USD/INRને લઈ જે સટ્ટાકીય પ્રવૃત્તિ થાય તેની સામે કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી છે તેને લઈ યોગ્ય પગલાં ભરવામાં આવે તેની રાહ જોવામાં આવે છે. RBI દ્વારા યોગ્ય રૂપિયાના ખરા મૂલ્ય માટે યોગ્ય પગલાં ભરવાની ખાતરી આપવામાં આવી હતી. દરમિયાન ડોલેક્સ ઈન્ડેક્સ 0.16 ટકા વધી 102.40 રહ્યો હતો.

શેરબજારમાં ભારે મંદી

આ ઉપરાંત સેન્સેક્સ 1,045.46 પોઇન્ટ તૂટી 71.593.24 થયો હતો, જ્યારે નિફ્ટી 371.25 પોઇન્ટ ઘટી 22,231.80 રહ્યો હતો. ફોરેન ઈન્સ્ટિટ્યુશનલ ઈન્વેસ્ટર્સ (FIIs) તરફથી ગુરુવારે રૂપિયા 12,943.58 કરોડ વેચવાલી કરવામાં આવી હતી.