Gold Silver Price Today:સપ્તાહના પહેલા દિવસે અમદાવાદ સોનામાં રૂપિયા 1500 અને ચાંદીમાં રૂપિયા 2000નો આવ્યો કડાકો, જાણો આજના ભાવ

વૈશ્વિકસ્તરે હાજર સોનાનો ભાવ ઔંસદીઠ 22.30 ડોલર એટલે કે 0.56 ટકા ઘટી 4,165 ડોલર રહ્યો છે. જ્યારે હાજર ચાંદીનો ઔંસદીઠ ભાવ 0.33 ડોલર એટલે કે 0.55 ટકા ઘટી 58.50 ડોલર રહ્યા છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Mon, 13 Jul 2026 05:38 PM (IST)Updated: Mon, 13 Jul 2026 05:38 PM (IST)
price-of-gold-and-silver-decreased-on-13-july-2026-know-prices-on-ahmedabad-bullion-market

Gold Silver Price At Ahmedabad On 13 July 2026:વિશ્વ બજારમાંથી મળેલા મંદીના સંકેત વચ્ચે ઘરઆંગણે ખરીદીના અભાવ અને સ્ટોકિસ્ટો તરફથી થોભો અને રાહ જુઓનું વલણ અપનાવતા સોના-ચાંદીમાં નફારૂપી વેચવાલી આગળ વધી છે.અમદાવાદ ખાતે સોના અને ચાંદી બન્નેમાં સપ્તાહના અંતે અનુક્રમે રૂપિયા 1500 અને રૂપિયા 2000 ઘટાડો થયો હતો.

વૈશ્વિકસ્તરે સોના-ચાંદીના ભાવ (Gold And Silver Prices In International Market)


વૈશ્વિકસ્તરે હાજર સોનાનો ભાવ ઔંસદીઠ 22.30 ડોલર એટલે કે 0.56 ટકા ઘટી 4,165 ડોલર રહ્યો છે. જ્યારે હાજર ચાંદીનો ઔંસદીઠ ભાવ 0.33 ડોલર એટલે કે 0.55 ટકા ઘટી 58.50 ડોલર રહ્યા છે. 

 

સોના-ચાંદીના ભાવ કિંમત (રૂપિયામાં)
ચાંદી ચોરસા 2,18,000-2,23,000
રૂપું 2,17,800-2,22,800
ગિની જૂની 2,300-2,600
99.5 સોનું 1,42,500-1,46,500
99.9 સોનું 1,42,200-1,46,200

 

અમદાવાદ ખાતે સોના-ચાંદીના આજના ભાવ (Gold And Silver Prices In Ahmedabad)


અમદાવાદ ખાતે શુદ્ધ સોનું (99.9) 10 ગ્રામનો ભાવ રૂપિયા 1500 ઘટી 1,46,500 અને સ્ટાન્ડર્ડ સોનુ (99.5) 10 ગ્રામનો ભાવ રૂપિયા 2500 ગગડી રૂપિાય 1,46,200 રહ્યા હતા.આ ઉપરાંત અમદાવાદ ચાંદી કીલોનો ભાવ રૂપિયા 2,000 તૂટી રૂપિયા 2,23,000 રહ્યો હતો.