Gold Silver Price Today:સોના-ચાંદીમાં મિશ્ર હવામાન, અમદાવાદ સોનું મોંઘુ થયું તો વિશ્વબજારમાં ઘટાડા તરફી વલણ, જાણો આજના રેટ

અમદાવાદ ખાતે સોનાના ભાવમાં નજીવા પ્રમાણમાં સુધારો થયો હતો જ્યારે ચાંદીના ભાવ સ્થિર રહ્યા હતા. અમદાવાદ 10 ગ્રામ દીઠ શુદ્ધ સોનું (99.9) રૂપિયા 300 વધી રૂપિયા 151000 રહ્યા હતા.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Mon, 19 Oct 2026 07:33 PM (IST)Updated: Mon, 19 Oct 2026 07:33 PM (IST)
minor-fluctuations-in-gold-and-silver-prices-check-todays-gold-and-silver-rates-in-ahmedabad
Gold and Silver Trading Wealthscape

Gold Silver Rate Today:સોના અને ચાંદીની કિંમતોમાં આજે મિશ્ર ચાલ જોવા મળી છે. વિશ્વ બજારમાં અને  સ્થાનિક બજારમાં કિંમતોમાં બે દિશામાં વધઘટ જોવા મળી હતી. જોકે સ્પોટ માર્કેટમાં કિંમતોમાં નજીવો સુધારો જોવા મળતો હતો. ચાંદીમાં પણ નીચે લેવલ પર ટેકો મળ્યો હતો.

અમદાવાદ ખાતે સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ રૂપિયા 300 વધ્યા હતા. જોકે અમદાવાદ ચાંદીના ભાવ સ્થિર રહ્યા હતા.મલ્ટી કોમોડિટી એક્સચેન્જ(MCX) પર 4 ડિસેમ્બર 2026 માટે ડિલીવરી માટે સોનાનો ભાવ રૂપિયા 282 ઘટી રૂપિયા 47669 રહ્યો હતો. જ્યારે ચાંદીનો ભાવ પ્રતિ કીલો રૂપિયા 61 ઘટી રૂપિયા 2,11,126 રહ્યો છે.

અમદાવાદ ખાતે સોના-ચાંદીના ભાવ

Date (તારીખ) 24K Gold (10g) 22K Gold (10g)
Oct 19, 2026 151000 1507
Oct 17, 2026 150700 150400
Oct 16, 2026 151500 151200
Oct 15, 2026 150500 150200
Oct 14, 2026 151000 150700
Oct 13, 2026 ₹152500 ₹152200
Oct 12, 2026 ₹153000 ₹152700
Oct 08, 2026 ₹152500 ₹152200
Oct 07, 2026 ₹152,500 ₹152200
Oct 06, 2026 ₹153000 ₹152700
Oct 05, 2026 ₹153000 ₹152700
Oct 03, 2026 ₹152000 ₹151700
Oct 01, 2026 ₹153000 ₹152700

અમદાવાદ ખાતે સોનાના ભાવમાં નજીવા પ્રમાણમાં સુધારો થયો હતો જ્યારે ચાંદીના ભાવ સ્થિર રહ્યા હતા. અમદાવાદ 10 ગ્રામ દીઠ શુદ્ધ સોનું (99.9) રૂપિયા 300 વધી રૂપિયા 151000 રહ્યા હતા. જ્યારે અમદાવાદ સ્ટાન્ડર્ડ સોનું (99.5) 10 ગ્રામદીઠ રૂપિયા 300 સુધરી રૂપિયા 1,50,700 રહ્યા હતા.

આંતરરાષ્ટ્રીય બજારમાં સોના ચાંદીના ભાવમાં આ અહેવાલ લખાય છે ત્યારે ઘટાડા તરફી વાવડ હતા. ઔંસદીઠ સોનું 14 ડોલર ઘટી 4,146 ડોલર જ્યારે ચાંદીના ઔંસદીઠ 57 ડોલર હતા.