Sugar Import Policy: દિવાળી અગાઉ ખાંડ અંગે સરકારનો મહત્વનો નિર્ણય, ઈમ્પોર્ટ પોલિસીમાં કર્યો ફેરફાર, 31 ડિસેમ્બર સુધી ઈમ્પોર્ટર્સને ખાસ સુવિધા

Sugar Import Policy:ઓગસ્ટ મહિના બાદ દેશમાં ખાંડની વધતી કિંમતોએ સામાન્ય ગ્રાહકોના ખિસ્સા પર અસર કરી છે. સતત ખાંડના સપ્લાઈ અને છૂટક કિંમતોએ ગ્રાહકો સાથે સરકારની પણ ચિંતા વધારો કર્યો છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Thu, 22 Oct 2026 08:08 PM (IST)Updated: Thu, 22 Oct 2026 08:08 PM (IST)
major-government-decision-on-sugar-ahead-of-diwali-import-policy-revised

Sugar Import Policy:ઓગસ્ટ મહિના બાદ દેશમાં ખાંડની વધતી કિંમતોએ સામાન્ય ગ્રાહકોના ખિસ્સા પર અસર કરી છે. સતત ખાંડના સપ્લાઈ અને છૂટક કિંમતોએ ગ્રાહકો સાથે સરકારની પણ ચિંતા વધારો કર્યો છે. દિવાળી અગાઉ રિટેલ પ્રાઈઝમાં ઘટાડો અને પર્યાપ્ત સપ્લાઈ જાળવી રાખવા માટે સરકારે મોટું પગલું ભર્યું છે.

ભારત સરકારે ટેરિફ રેટ કોટા(TRQ) યોજના અંતર્ગત 10 લાખ મેટ્રિક ટન કાચી ખાંડની ડ્યુટી ફ્રી ઈમ્પોર્ટની સમય સીમામાં બે મહિનાનો વધારો કરતાં 31 ડિસેમ્બર 2026 કરી છે. આ નિર્ણયથી ઈમ્પોર્ટર્સને નિર્ધારિત પ્રમાણમાં ખાંડની આયાત કરવા માટે 2 મહિનાનો વધારાનો સમય મળશે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયને આધિન વિદેશ વ્યાપાર મહાનિર્દેશાલય(DGFT)એ 19 ઓક્ટોબર 2026ના રોજ અધિસૂચના સંખ્યા 45/2026-27ના માધ્યમથી સમયસીમા વધારવાની જાહેરાત કરી છે.

આયાત નીતિમાં ફેરફારો

આયાત નીતિમાં સુધારા હેઠળ EXIM કોડ 170114 હેઠળ કાચી ખાંડની આયાત કરવાની અંતિમ તારીખ જે 31 ઓક્ટોબર, 2026 હતી તેને વધારીને 31 ડિસેમ્બર, 2026 કરવામાં આવી છે. અગાઉ સરકારે 20 ઓગસ્ટ, 2026ના રોજ સૂચના નંબર 31/2025-26 દ્વારા TRQ યોજના હેઠળ 1 મિલિયન મેટ્રિક ટન કાચી ખાંડની ડ્યુટી-ફ્રી આયાતને મંજૂરી આપી હતી. નવી સૂચના હાલની આયાત નીતિની શરતોમાં સુધારો કરે છે, ડ્યુટી-ફ્રી આયાતનો સમયગાળો લંબાવે છે. જો કે ઓગસ્ટમાં જારી કરાયેલ સૂચનાની અન્ય તમામ શરતો અમલમાં રહે છે.