Wheat Sowing Area:દેશમાં ઘઉંનો વાવેતર વિસ્તારમાં છેલ્લા 26 વર્ષમાં આવ્યો સૌથી મોટો ઘટાડો, શું ખાદ્ય ફુગાવો આવશે મોટો ઉછાળો?

અલનિનોની સ્થિતિને લીધે દેશમાં ચોમાસું નબળું રહેતા ખેતીવાડીમાં એકંદરે સુસ્ત વલણ રહ્યું છે ત્યારે હવે આ વર્ષે ઘઉંના વાવેતર વિસ્તારમાં પણ મોટો ઘટાડો આવી શકે છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sat, 21 Nov 2026 10:07 AM (IST)Updated: Sat, 21 Nov 2026 10:07 AM (IST)
largest-decline-in-wheat-sowing-area-in-the-country-in-the-last-26-years

Wheat Sowing Area:અલનિનોની સ્થિતિને લીધે દેશમાં ચોમાસું નબળું રહેતા ખેતીવાડીમાં એકંદરે સુસ્ત વલણ રહ્યું છે ત્યારે હવે આ વર્ષે ઘઉંના વાવેતર વિસ્તારમાં પણ મોટો ઘટાડો આવી શકે છે. છેલ્લા એક દાયકામાં સૌથી નબળા ચોમાસાને લીધે આ વર્ષે ઘઉંનું વાવેતર વિસ્તાર છેલ્લા 26 વર્ષમાં સૌથી ઓછું રહે તેવી શક્યતા છે. બીજીબાજુ ખેડૂતો ઘઉંને બદલે અન્ય પાકોના વાવેતર તરફ વળી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભારત વિશ્વમાં બીજા ક્રમનો સૌથી મોટો ઉત્પાદક દેશ છે અને જો વાવેતર ઘટવાના સંજોગોમાં ઉત્પાદન ઓછું થવા અને કિંમતોમાં વધારો થાય તેવી શક્યતા સર્જાઈ શકે છે.

સામાન્ય રીતે દેશના વિવિધ રાજ્યોમાં રવિ સિઝનમાં મુખ્ય પાક ઘઉંના સ્થાને સરસવ, ચણા અને મકાઈનું વાવેતર થાય છે. દેશમાં ઘઉંના મુખ્ય ઉત્પાદક રાજ્યો પંજાબ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર તથા રાજસ્થાનમાં આ વખતે સરેરાશ 40 ટકા ઓછો વરસાદ થયો છે.

વાવેતર વિસ્તારમાં 6 ટકાનો ઘટાડો થાય તેવી શક્યતા

આંકડાકીય માહિતી જોઈએ તો વર્ષ 2026-2027ના રવિ સિઝન દરમિયાન ઘઉંનો વાવેતર વિસ્તાર ગયા વર્ષે 336 લાખ હેક્ટર હતો,જે આ વખતે 6 ટકા ઘટીને 315.8 લાખ હેક્ટર થઈ જાય તેવી શક્યતા છે. તે છેલ્લા ચાર વર્ષમાં પ્રથમ વખત ઘટાડો દર્શાવે છે અને આ ઘટેલું પ્રમાણ વર્ષ 2000-2001 બાદ સૌથી મોટો ઘટાડો પણ છે.

ઘઉંનું ઉત્પાદન અગાઉ 12 કરોડ ટન થયું હતું

કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી પ્રમાણે વર્ષ 2025-2026 દરમિયાન ઘઉંનું ઉત્પાદન આશરે 12 કરોડ ટન થાય તેવી શક્યતા છે, જે તેની અગાઉના વર્ષ 2024-2025માં 11.79 કરોડ ટન હતું. જો વાવેતર વિસ્તારમાં ઘટાડો થશે તો આ વર્ષે ઘઉંના ઉત્પાદનમાં વધારો થવાના વલણને બ્રેક લાગી શકે છે અને તેને લીધે ખાદ્ય ફુગાવો વધી શકે છે.