Gold And Silver:અમેરિકામાં વધતી મોંઘવારી વચ્ચે વિશ્વભરના બજારમાં ભારે ચિંતાની સ્થિતિ છે. આ સાથે નવા ડેટા બાદ બેન્ક ઓફ અમેરિકાએ ડિસેમ્બરમાં અડધા ટકા વ્યાજ દર વધારવાની વાત કહી છે. આ અહેવાલ બાદ ગોલ્ડ અને સિલ્વરની કિંમતોમાં ભારે ઘટાડો થયો છે.
આ ઉપરાંત ચીન તરફથી પણ અન્ય એક મહત્વની માહિતી સામે આવી છે. સિંગાપુરના અબેક્સ એક્સચેન્જ-16 નવેમ્બર 2026થી LNG સાથે ગોલ્ડ ફ્યુચર્સ શરૂ કરશે, જેમાં ટ્રેડર્સ ગેસની કિંમતોમાં થતી વધઘટથી બચવા માટે ઓફશોર યુઆનનો ઉપયોગ કરી શકશે.
બેન્ક દ્વારા ડિસેમ્બરમાં 0.25 બેસિસ પોઇન્ટ દરમાં વધારો કરવામાં આવે તેવી આશા છે. જોકે 0.5 ટકા વધારાનું જોખમ છે. ઓક્ટોબરમાં CPI મોંઘવારી 0.4 ટકા વધી હતી. આ ઉપરાંત ડોલર મજબૂત થતા અન્ય કરન્સીમાં સોનાની ખરીદી મોંઘી થતી જાય છે. આ સંજોગોમાં ખરીદી ઓછી થાય છે.
અમેરિકાના સરકારી બોન્ડમાં મળતું રિટર્ન વધવા પર રોકાણકારને સોનાને બદલે બોન્ડ જેવા ઓપ્શન અંગે વિચાર કરી રહ્યા છે. સોનું વ્યાજ આપતું નથી. માટે બોન્ડની યીલ્ડના સમયે તેની તુલનામાં તે ઓછું આકર્ષક લાગી શકે છે.અમેરિકા અને ઈરાન વચ્ચેના સંઘર્ષને સમાપ્ત કરવાના રાજદ્વારી પ્રયાસોથી તણાવ ઓછો થવાની આશા જાગી છે.વૈશ્વિક સ્તરે જોખમ ટાળવાની ભાવનાને કારણે રોકાણકારો સુરક્ષિત સંપત્તિ તરીકે ઓછું સોનું ખરીદી રહ્યા છે.
ચીન LNG ખરીદી અને ચુકવણી બંને માટે તેના ચલણ યુઆનનો ઉપયોગ વધારવા માંગે છે. સિંગાપોરનું ABEX એક્સચેન્જ 16 નવેમ્બર, 2026 થી LNG અને સોનાના વાયદા કરાર શરૂ કરશે, તેને લીધે ટ્રેડર્સ ગેસના ભાવમાં વધઘટ સામે રક્ષણ મેળવવા માટે ઓફશોર યુઆનનો ઉપયોગ કરી શકશે. ચીન આંતરરાષ્ટ્રીય ગેસ વેપારમાં યુઆનના વિકલ્પ તરીકે યુઆનને સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.
