Dhanteras Gold And Silver Price Outlook:ધનતેરસ અગાઉ સોના અને ચાંદીની કિંમતોએ નવી ઊંચી સપાટી નોંધાવ્યા બાદ સતત ઘટાડા તરફી વલણ દર્શાવ્યું છે. આ ઘટાડા પાછળ ડોલર ઈન્ડેક્સમાં નરમ વલણ અને અમેરિકી ટ્રેઝરી યીલ્ડમાં ઘટાડાને લીધે ભારતીય વાયદા બજાર એટલે કે MCX પર 5 નવેમ્બરના રોજ સોના-ચાંદી બન્ને મજબૂતી સાથે કામકાજ કરી રહ્યા છે.
અમેરિકામાં મધ્યાવર્તી ચૂંટણીના પરિણામો બાદ રાજકીય મોરચે ભારે ગતિવિધિ અને કડક વલણના સંજોગોમાં બજેટરી ખર્ચમાં વધારો થઈ શકે છે. ડોલર ઈન્ડેક્સ સસ્તી થઈ છે અને ટ્રેઝરી યીલ્ડમાં ઘટાડો થયો છે.
અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભૂ-રાજકીય તણાવ અને અનિશ્ચિતતાના માહોલમાં સોના-ચાંદીને સુરક્ષિત રોકાણ માનવામાં આવે છે. આ સંજોગોમાં તેને મજબૂત સપોર્ટ મળી શકે છે.જોકે અમેરિકાની મધ્યસ્થ બેન્ક US વ્યાજ દરોને લઈ અનિશ્ચિતતા સર્જાઈ છે. જોકે જાણકારોના મતે મધ્યાવર્તિ ચૂંટણીમાં દરોન લગતા રુઝાન સોનાના પક્ષમાં રહેશે.
બ્રોકરેજ કંપની અને ફંડ મેનેજર્સનું માનવું છે કે તાજેતરમાં વેચવાલી એક ટેકનિકલ કરેક્શન હતું, અલબત તે કોઈ મોટી મંદીની શરૂઆત ન હતી.બીજીબાજુ મોતીલાલ ઓસવાલ ફાયનાન્સિયલ સર્વિસિસે તેના અહેવાલમાં સોનામાં તેજી અંગે એક અહેવાલમાં કહ્યું છે કે લાંબા ગાળામાં સોનામાં તેજીનો ટ્રેન્ડ સંપૂર્ણપણે સુરક્ષિત છે. જ્યારે મોનાર્ક નેટવર્થ કેપિટલની માહિતી પ્રમાણે ગયા વર્ષની તુલનામાં આ ધનતેરસ સુધીમાં શુદ્ધ સોનું 7 ટકાથી 8 ટકા સુધી વળતર આપી ચુક્યું છે.
ડિજિટલ અને પેપર ગોલ્ડ તરફી વલણઃ રોકાણકારો હવે ખરીદીને લઈ જ્વેલરી સુધી મર્યાદિત નહીં રહેતા તેઓ કોઈન્સ, લાઈટવેઈટ જ્વેલરી અને ગોલ્ડ ETFs તથા ડિજિટલ ફંડ્સ તરફ વલણ શિફ્ટ કરી રહ્યા છે.
