Gold Silver Price Ahmedabad:અમદાવાદ ચાંદીમાં એક ઝાટકે રૂપિયા 10 હજારનો આવ્યો ઉછાળો, સોનું પણ થયું મોંઘુ, જાણો આજના લેટેસ્ટ ભાવ

Gold Silver Price Today Ahmedabad(August 21,2026): વિશ્વબજારમાંથી મળેલા તેજીના સંકેતોને પગલે આજે સોના અને ચાંદીના ભાવમાં ભારે તેજી જોવા મળી છે. અમદાવાદ ચાંદીમાં તો રેકોર્ડ બ્રેક તેજી જોવા મળી છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Fri, 21 Aug 2026 06:57 PM (IST)Updated: Fri, 21 Aug 2026 06:57 PM (IST)
gold-silver-prices-ahmedabad-august-21-latest-silver-price-per-kg

Gold Silver Price Today Ahmedabad(August 21,2026): વિશ્વબજારમાંથી મળેલા તેજીના સંકેતોને પગલે આજે સોના અને ચાંદીના ભાવમાં ભારે તેજી જોવા મળી છે. અમદાવાદ ચાંદીમાં તો રેકોર્ડ બ્રેક તેજી જોવા મળી છે. અમદાવાદ ચાંદી કિલોનો ભાવ રૂપિયા 10 હજાર ઉછળી રૂપિયા 2,45,000 થઈ ગયો છે. જ્યારે અમદાવાદ ખાતે 10 ગ્રામ દીઠ શુદ્ધ સોનું (Pure Gold Price In Ahmedabad) રૂપિયા 1500 વધી રૂપિયા 1,64,500 રહ્યાં હતા.

સોના-ચાંદી કિંમતો
ચાંદી ચોરસા 2,35,000-2,45,000
રૂપું 2,34,800 - 2,44,800
સિક્કા (રૂપિયા) 2300-2600
સોનું (99.9) 156,500- 1,64,500
સોનું (99.5) 1,56200-1,64,200

અમદાવાદ ખાતે 10 ગ્રામ સ્ટાન્ડર્ડ સોનાનો ભાવ (Standard Gold Price In Ahmedabad) રૂપિયા 1500 ઉછળી રૂપિયા 1,64,200 થયો છે.

સોનાના ઔંસદીઠ ભાવ ઈન્ટ્રા-ડેમાં 4550 ડોલરની સપાટીને પાર થઈ ગયા હતા.આજે સોનાનો ભાવ આ અહેવાલ લખાય છે ત્યારે ભારે તેજી સાથે 70 ડોલર એટલે કે 1.54 ટકા વધી 4,569 ડોલર રહ્યા છે. જ્યારે ચાંદીના ભાવમાં પણ 1.45 ડોલર એટલે કે 2.13 ટકા વધી 69.48 ડોલર પ્રતિ ઔંસ ભાવ થયા છે.

MCX પર કિંમતોમાં કેવો ફેરફાર થયો છે

મલ્ટી કોમોડિટી એક્સચેન્જ(MCX) પર સોના અને ચાંદીના બન્નેના ભાવમાં ભારે તેજી જોવા મળી છે. MCX પર સોનાના ભાવ રૂપિયા 1881 વધીને રૂપિયા 161300 પ્રતિ 10 ગ્રામ આસપાસ કામકાજ કરતાં જોવા મળ્યાં છે. જ્યારે MCX ચાંદીનો કિલો દીઠ ભાવ રૂપિયા 3757 વધી રૂપિયા 2,47,000 રહ્યા હતા.