Gold Silver Price Today Ahmedabad:અમદાવાદ સોનું રૂપિયા 3500 અને ચાંદી રૂપિયા 5000 ઉછળ્યાં, આજના લેટેસ્ટ ભાવ જાણો

Gold Silver Price Today Ahmedabad(August 20,2026):સોનાના ભાવમાં આજે 20 ઓગસ્ટ 2026ના રોજ ભારે તેજીને પગલે અમદાવાદ ખાતે 10 ગ્રામ દીઠ શુદ્ધ સોનું (Pure Gold Price In Ahmedabad) રૂપિયા 3500 વધી રૂપિયા 1,62,500 રહ્યાં હતા.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Thu, 20 Aug 2026 06:26 PM (IST)Updated: Thu, 20 Aug 2026 06:26 PM (IST)
gold-silver-prices-ahmedabad-august-20-latest-22k-24k-gold-latest-jewellery-market-rates

Gold Silver Price Today Ahmedabad(August 20,2026):સોનાના ભાવમાં આજે 20 ઓગસ્ટ 2026ના રોજ ભારે તેજીને પગલે અમદાવાદ ખાતે 10 ગ્રામ દીઠ શુદ્ધ સોનું (Pure Gold Price In Ahmedabad) રૂપિયા 3500 વધી રૂપિયા 1,62,500 રહ્યાં હતા. અમદાવાદ ખાતે 10 ગ્રામ સ્ટાન્ડર્ડ સોનાનો ભાવ (Standard Gold Price In Ahmedabad) રૂપિયા 3500 ઉછળી રૂપિયા 1,61,700 થયો છે.

વૈશ્વિક બજારોમાંથી મળેલા તેજીના સંકેતોને લીધે આજે ભાવમાં ભારે ઉછાળો જોવા મળ્યો હતો. અમદાવાદ ચાંદીનો કિલો દીઠ ભાવ રૂપિયા 5 હજાર ઉછળી રૂપિયા 2,35,000 થઈ ગયો છે. ભારે અફરા-તફરી વચ્ચે નીચે સ્તરેથી વ્યાપક પ્રમાણમાં ખરીદી નિકળી હતી.

સોના-ચાંદી કિંમત રૂપિયામાં (લઘુત્તમ) કિંમત રૂપિયામાં (મહત્તમ)
ચાંદી ચોરસ 2,30,000 2,35,000
રૂપું 2,29,800 2,34,800
સિક્કા જૂના 2,300 2,600
સોનું (99.9) 1,53,000 1,62,000
સોનું (99.5) 1,52,700 1,61,700

આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ઔંસદીઠ ભાવ ઈન્ટ્રા-ડેમાં 4500 ડોલરની સપાટીને સ્પર્શી ગયા હતા.આજે સોનાનો ભાવ આ અહેવાલ લખાય છે ત્યારે ઊંચા સ્તરેથી નજીવા પ્રમાણમાં 23.61 ડોલર એટલે કે 0.53 ટકા તૂટી 4,464.44 ડોલર રહ્યા છે. જ્યારે ચાંદીના ભાવમાં પણ 0.42 ડોલર એટલે કે 0.64 ટકા વધી 66.12 ડોલર પ્રતિ ઔંસ ભાવ થયા છે.

MCX પર કિંમતોમાં કેવો ફેરફાર થયો છે

મલ્ટી કોમોડિટી એક્સચેન્જ(MCX) પર સોનામાં ઘટાડો થયો છે અને ચાંદીના ભાવમાં તેજી જોવા મળી છેછે. MCX પર સોનાના ભાવ રૂપિયા 405 ઘટીને રૂપિયા 1.57500 લાખ પ્રતિ 10 ગ્રામ આસપાસ કામકાજ કરતાં જોવા મળ્યાં છે. જ્યારે MCX ચાંદીનો કિલો દીઠ ભાવ રૂપિયા 1,331 વધી રૂપિયા 2,38,130 રહ્યા હતા.