Gold Silver Price Today Ahmedabad(August 19,2026):સોનાના ભાવમાં તાજેતરની તેજી બાદ આજે 19 ઓગસ્ટ 2026ના રોજ નફારૂપી વેચવાલી જોવા મળી હતી.અમદાવાદ ખાતે 10 ગ્રામ દીઠ શુદ્ધ સોનું (Pure Gold Price In Ahmedabad) રૂપિયા 500 ઘટી રૂપિયા 1,58,500 રહ્યાં હતા. અમદાવાદ ખાતે 10 ગ્રામ સ્ટાન્ડર્ડ સોનાનો ભાવ (Standard Gold Price In Ahmedabad) રૂપિયા 500 તૂટી રૂપિયા 1,58,200 થયો છે.વૈશ્વિક બજારોમાંથી મળેલા મંદીના સંકેતોને લીધે આજે ભાવમાં દબાણ જોવા મળતું હતું.
વિશ્વબજારમાં સોના-ચાંદીના ભાવ
ભારે અફરા-તફરીના માહોલ વચ્ચે આજે આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદીના ભાવમાં ભારે વધઘટનો માહોલ જોવા મળતો હતો.શરૂઆતી કામકાજ દરમિયાન ભાવમાં મંદી જોવા મળી હતી,જોકે ત્યારબાદ નીચે લેવલથી ફરી ખરીદીનો ટેકો મળ્યો છે.
સોનાના ઔંસદીઠ ભાવ 4385 ડોલર પ્રતિ ઔંસ રહ્યા છે.આજે સોનાનો ભાવ 21.56 ડોલર એટલે કે 0.50 ટકા તૂટી 4,385.29 ડોલર રહ્યા છે. જ્યારે ચાંદીના ભાવમાં પણ 0.66 ડોલર એટલે કે 1 ટકા ઘટી 64.87 ડોલર પ્રતિ ઔંસ ભાવ થયા છે.
રાષ્ટ્રીય રાજધાની દિલ્હી ખાતે સોના-ચાંદીની કિંમતોમાં ભારે ઘટાડો થયો છે.દિલ્હી સોનું પ્રતી 10 ગ્રામ રૂપિયા 1,55,120 થયા છે. જ્યારે ચાંદીનો કીલો દીઠ ભાવ રૂપિયા 2,31,000 થયો છે.
MCX પર કિંમતોમાં કેવો ફેરફાર થયો છે
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ(MCX) પર સોના અને ચાંદીના બન્નેના ભાવમાં નીચા સ્તરે ખરીદી નિકળતા તેજી આવી છે. MCX પર સોનાના ભાવ રૂપિયા 327 વધીને રૂપિયા 1.54 લાખ પ્રતિ 10 ગ્રામ આસપાસ કામકાજ કરતાં જોવા મળ્યાં છે.
