Gold Silver Price Today Ahmedabad: અમદાવાદમાં સોના-ચાંદીમાં 7 સેશનથી ચાલતી તેજીને બ્રેક, નફારૂપી વેચવાલીને લીધે ભાવ તૂટ્યા, આજે ઘટેલી કિંમત વિશે જાણો

Gold Silver Price Today Ahmedabad(August 13, 2026):સોનાના ભાવમાં તાજેતરની તેજી બાદ આજે 13 ઓગસ્ટ 2026ના રોજ નફારૂપી વેચવાલી જોવા મળી હતી.અમદાવાદ ખાતે 10 ગ્રામ દીઠ શુદ્ધ સોનું (Pure Gold Price In Ahmedabad) રૂપિયા 500 ઘટી રૂપિયા 1,58,000 થયો છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Thu, 13 Aug 2026 06:16 PM (IST)Updated: Thu, 13 Aug 2026 08:39 PM (IST)
gold-silver-prices-ahmedabad-august-13-latest-22k-24k-gold-latest-jewellery-market-rates

 Gold Silver Price Today Ahmedabad(August 13, 2026):સોનાના ભાવમાં તાજેતરની તેજી બાદ આજે 13 ઓગસ્ટ 2026ના રોજ નફારૂપી વેચવાલી જોવા મળી હતી.અમદાવાદ ખાતે 10 ગ્રામ દીઠ શુદ્ધ સોનું (Pure Gold Price In Ahmedabad) રૂપિયા 500 ઘટી રૂપિયા 1,58,000 થયો છે.

અમદાવાદ ખાતે 10 ગ્રામ સ્ટાન્ડર્ડ સોનાનો ભાવ (Standard Gold Price In Ahmedabad) રૂપિયા 500 તૂટી રૂપિયા 1,57,700 થયો છે. વૈશ્વિક બજારોમાંથી મળેલા મંદીના સંકેતોને લીધે આજે ભાવમાં દબાણ જોવા મળતું હતું.

Gold & Silver Rates (ભાવ)

વિગત  ભાવ રેન્જ 
ચાંદી 2,30,000 – 2,36,000
રૂપું   2,26,500 – 2,35,500
સિક્કા જૂના  2,300 – 2,600
99.9 સોનું   1,56,000 – 1,56,000
99.5 સોનું  1,50,700 – 1,51,700
હોલમાર્ક 1,45,450

વિશ્વબજારમાં સોના-ચાંદીના ભાવ

ભારે અફરા-તફરીના માહોલ વચ્ચે આજે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ઔંસદીઠ ભાવ 4385 ડોલર પ્રતિ ઔંસ રહ્યા છે. આજે સોનાનો ભાવ 21.56 ડોલર એટલે કે 0.50 ટકા તૂટી 4,385.29 ડોલર રહ્યા છે. જ્યારે ચાંદીના ભાવમાં પણ 0.66 ડોલર એટલે કે 1 ટકા ઘટી 64.87 ડોલર પ્રતિ ઔંસ ભાવ થયા છે.

રાષ્ટ્રીય રાજધાની દિલ્હી ખાતે સોના-ચાંદીની કિંમતોમાં ભારે ઘટાડો થયો છે. દિલ્હી સોનું પ્રતી 10 ગ્રામ 2,800 ઘટી રૂપિયા 1,57,00 થયા છે. જ્યારે ચાંદીનો કીલો દીઠ ભાવ રૂપિયા 6,000 તૂટી રૂપિયા 2,40,000 થયો છે.

MCX પર કિંમતોમાં કેવો ફેરફાર થયો છે

મલ્ટી કોમોડિટી એક્સચેન્જ(MCX) પર સોના અને ચાંદીના બન્નેના ભાવમાં તેજી આવી છે. MCX પર સોનાના ભાવ ઘટીને રૂપિયા 1.54 લાખ પ્રતિ 10 ગ્રામ આસપાસ કામકાજ કરતાં જોવા મળે છે. પ્રતિ 10 ગ્રામ ભાવ રૂપિયા 864 તૂટ્યા હતા. જ્યારે ભારતમાં ચાંદીના ભાવ (Silver Price)માં તેજીથી ઉછાળો જોવા મળે છે.