Gold Price Outlook for Diwali & Dhanteras 2026:સોના અને ચાંદીની કિંમતમાં મહિનાના પ્રથમ દિવસે એટલે કે 1લી ઓક્ટોબરના રોજ ફરી વખત તેજી જોવા મળી છે. આ સંજોગોમાં હવે બજારની નજર અમેરિકામાં વ્યાજ દરોના વલણ પર છે. જ્યારે ભારતમાં તહેવારો તથા લગ્ન પ્રસંગો નિમિત્તે સોના-ચાંદીની માંગમાં વધારો થાય તેવી શક્યતા છે.
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ(MCX) પર ડિસેમ્બર મહિનાના વાયદાની કિંમત 0.51 ટા વધી રૂપિયા 1.49 લાખ પ્રતી 10 ગ્રામ પહોંચી છે. એવી જ રીતે ડિસેમ્બર વાયદામાં ચાંદીની કિંમત પણ 0.40 ટકા વધી રૂપિયા 2.24 લાખ પ્રતિ કીલો પહોંચી છે. જોકે સોનાની કિંમતોમાં કંઈક હસ્તક દબાણ જોવા મળી રહ્યું છે, જેની પાછળનું કારણ અમેરિકામાં વધતા ટ્રેઝરી યીલ્ડ અને મજબૂત ડોલર છે. જોકે ભૂરાજકીય ચિંતા અને મોંઘવારીને લઈ ચિંતા હજું પણ સોનાને સપોર્ટ આપી રહી છે.
Comex ખાતે સોનાનો વાયદો ઔંસદીઠ 12 ડોલર એટલે કે 0.29 ટકા વધી 4,167.77 ડોલર થયો છે. જ્યારે ચાંદીનો વાયદો ઔંસદીઠ 0.54 ડોલર એટલે કે 0.89 ટકા વધી 60.78 ડોલર થયો છે.
તહેવારોમાં સોનાની માંગ કેવી રહેશે?
ભારતમાં ધનતેરસ અને દિવાળી સાથે તહેવાર અને વેન્ડિંગ સિઝન શરૂ થઈ રહી છે. બજારના નિષ્ણાતોનું માનવું છે કે ધનતેરસ અને દિવાળી પર સોનાની ખરીદીની પરંપરાને લીધે માંગ સામાન્ય રીતે મજબૂત રહે છે. જોકે, ઊંચી કિંમતોને લીધે ગ્રાહકો ઓછા પ્રમાણમાં સોનાની ખરીદી કરે છે.
સોના માટે કેવી સ્થિતિ છે
આગામી સમયમાં સોનાની ચાલ માટે અમેરિકી ફેડરલ રિઝર્વના વ્યાજ દરો અંગેના નિર્ણય તથા અમેરિકામાંથી આવનાર પેરલ ડેટા મહત્વના છે. જોકે, સોનામાં વ્યાજ દરોમાં ઘટાડો થવાની શક્યતાથી થનારો ફાયદો ઓછો જોવા મળી શકે છે. જોકે મધ્યસ્થ બેંકો તરફથી ખરીદી અને ગોલ્ડ ETFમાં રોકાણથી હજું સોનાને સપોર્ટ મળી રહ્યો છે.
અમદાવાદ ખાતેના સોના-ચાંદીના ભાવ
અમદાવાદ ખાતે સોનાના ભાવમાં એકંદરે સ્થિર વલણ રહ્યું છે જ્યારે ચાંદીમાં સુધારો જોવા મળ્યો છે. અમદાવાદ શુદ્ધ સોનું(99.9) 10 ગ્રામનો ભાવ રૂપિયા 1,53,000 જ્યારે સ્ટાન્ડર્ડ સોનું રૂપિયા 1,52,700 રહ્યા હતા. અમદાવાદ ચાંદી કીલોનો ભાવ રૂપિયા 1000 વધી રૂપિયા 2,25,000 રહ્યો છે.
