Gold Silver Price Today Ahmedabad(August 26,2026): તાજેતરમાં સોના-ચાંદીમાં જે તેજીનો માહોલ જોવા મળ્યો હતો તેને આજે બ્રેક લાગી છે.અમદાવાદ ખાતે 10 ગ્રામ દીઠ શુદ્ધ સોનું (Pure Gold Price In Ahmedabad) રૂપિયા 1000 ઘટી રૂપિયા 1,66,000 રહ્યાં હતા.અમદાવાદ ખાતે 10 ગ્રામ સ્ટાન્ડર્ડ સોનાનો ભાવ (Standard Gold Price In Ahmedabad) રૂપિયા 1000 તૂટી રૂપિયા 1,65,700 થયો છે.
અમદાવાદ ચાંદી કિલોનો ભાવ રૂપિયા 2,45,000 સ્થિર રહ્યો હતો.
વિશ્વબજારમાં પણ ઊંચા લેવલ પર નફારૂપી વેચવાલીની અસર જોવા મળતી હતી. આજે આંતરરાષ્ટ્રીય બજારમાં સૌનાના ઔંસદીઠ ભાવ 4650 ડોલરની ઊંચી સપાટી નોંધાવ્યા બાદ વેચવાલીના દબાણ હેઠળ રહ્યું હતું. આ અહેવાલ લખાય છે ત્યારે સોનાનો ઔંસદીઠ ભાવ 19 ડોલર એટલે કે 0.41 ટકા તૂટી 4,617 ડોલર રહ્યા છે. જ્યારે ચાંદીના ભાવમાં પણ 0.24 ડોલર એટલે કે 0.34 ટકા તૂટી 68.47 ડોલર પ્રતિ ઔંસ ભાવ થયા છે.
MCX પર કિંમતોમાં કેવો ફેરફાર થયો છે
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ(MCX) પર સોના ભાવમાં સ્થિર રહ્યા હતા. MCX પર સોનાના ભાવ રૂપિયા 863 ઘટી રૂપિયા 162 400 પ્રતિ 10 ગ્રામ આસપાસ કામકાજ કરતાં જોવા મળ્યાં છે. જ્યારે MCX ચાંદીનો કિલો દીઠ ભાવ રૂપિયા 1110 ઘટી રૂપિયા 2,43,017 રહ્યા હતા.
