Gold Silver Price Today: અમદાવાદ સોનાના ભાવમાં ટકેલું વલણ; ગોલ્ડ રૂપિયા 1.67 લાખ અને ચાંદી રૂપિયા 2.45 લાખ

Gold Rate Today August 25 2026 | આજનો સોનાનો ભાવ:સોનાના ભાવમાં તાજેતરની તેજી આગળ વધી છે અને આજે 25 ઓગસ્ટ 2026ના રોજ અમદાવાદ ખાતે 10 ગ્રામ દીઠ શુદ્ધ સોનું (Pure Gold Price In Ahmedabad) રૂપિયા 1,67,000 રહ્યાં હતા.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Tue, 25 Aug 2026 05:57 PM (IST)Updated: Tue, 25 Aug 2026 05:57 PM (IST)
gold-rate-today-august-25-2026-check-18k-22k-24k-gold-prices-per-gram-ahmedabad-sona-na-bhav

Gold Rate Today August 25 2026 | આજનો સોનાનો ભાવ:સોનાના ભાવમાં તાજેતરની તેજી આગળ વધી છે અને આજે 25 ઓગસ્ટ 2026ના રોજ અમદાવાદ ખાતે 10 ગ્રામ દીઠ શુદ્ધ સોનું (Pure Gold Price In Ahmedabad) રૂપિયા 1,67,000 રહ્યાં હતા. અમદાવાદ ખાતે 10 ગ્રામ સ્ટાન્ડર્ડ સોનાનો ભાવ (Standard Gold Price In Ahmedabad) રૂપિયા 1,66,700 થયો છે.

વૈશ્વિક બજારોમાંથી મળેલા તેજના સંકેતોને લીધે આજે ભાવમાં ભારે તેજી જોવા મળી હતી.અમદાવાદ ચાંદીનો કિલો દીઠ ભાવ રૂપિયા 2,45,000 થઈ ગયો છે. ભારે અફરા-તફરી વચ્ચે નીચે સ્તરેથી વ્યાપક પ્રમાણમાં ખરીદી નિકળી હતી.

સોનાના ઔંસદીઠ ભાવ ઈન્ટ્રા-ડેમાં 4650 ડોલરની સપાટીને સ્પર્શી ગયા હતા.આજે સોનાનો ભાવ આ અહેવાલ લખાય છે ત્યારે ઊંચા સ્તરે નજીવા પ્રમાણમાં ઘટી એટલે કે 3.61 ડોલર વધી એટલે કે વધી 4,644. ડોલર રહ્યા છે. જ્યારે ચાંદીના ભાવમાં પણ 0.50 ડોલર એટલે કે 0.72 ટકા ઘટી 68.06 ડોલર પ્રતિ ઔંસ ભાવ થયા છે.

MCX પર કિંમતોમાં કેવો ફેરફાર થયો છે

મલ્ટી કોમોડિટી એક્સચેન્જ(MCX) પર સોના અને ચાંદીના બન્નેના ભાવમાં નજીવો ઘટાડો જોવા મળ્યો હતો.MCX પર સોનાના ભાવ રૂપિયા 278 ઘટીને રૂપિયા 1,63,050 પ્રતિ 10 ગ્રામ આસપાસ કામકાજ કરતાં જોવા મળ્યાં છે. જ્યારે MCX ચાંદીનો કિલો દીઠ ભાવ રૂપિયા 1,820 ઘટી રૂપિયા 2,42,210 રહ્યા હતા.