Gold Rate Big Fall:ઓચિંતા જ સોના-ચાંદીના ભાવ કેમ આટલા સસ્તા થઈ ગયા, જાણો આજના લેટેસ્ટ રેટ

સપ્તાહના પ્રથમ દિવસે દિલ્હી ખાતે શુદ્ધ સોનાનો ભાવ રૂપિયા 1400 ગગડીને રૂપિયા 1,53,000 થયો છે, જ્યારે અમદાવાદ ખાતે શુદ્ધ સોનું (99.0)નો ભાવ રૂપિયા 800 તૂટ્યાં છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Mon, 12 Oct 2026 08:21 PM (IST)Updated: Mon, 12 Oct 2026 08:21 PM (IST)
gold-prices-dropped-by-rs-1400-per-10-gramssilver-by-rs-2000-per-kilogram-check-today-rates-in-ahmedabad

Gold Rate Fall: સોમવારે સોના-ચાંદીના ભાવમાં આજે ઓચિંતા જ મોટો ઘટાડો થયો છે. US ડોલર સામે ભારતીય રૂપિયાની મજબૂતી અને વૈશ્વિક બજારોમાંથી મળેલા સંકેત વચ્ચે આજે બુલિયન માર્કેટ (Gold And Silver Prices) માં ઘટાડો જોવા મળ્યો હતો.

સપ્તાહના પ્રથમ દિવસે દિલ્હી ખાતે શુદ્ધ સોનાનો ભાવ રૂપિયા 1400 ગગડીને રૂપિયા 1,53,000 થયો છે, જ્યારે અમદાવાદ ખાતે શુદ્ધ સોનું (99.0)નો ભાવ રૂપિયા 800 તૂટ્યાં છે. ચાંદીના ભાવ પણ પ્રતિ કીલો રૂપિયા 2000 ઘટી રૂપિયા 2,26,500 થયો છે.

અમદાવાદ ખાતે સોના-ચાંદીના ભાવ

અમદાવાદ ખાતે સોના-ચાંદીના ભાવમાં તીવ્ર ઘટાડો થયો છે. અમદાવાદ ખાતે 10 ગ્રામદીઠ શુદ્ધ સોનું (99.9) રૂપિયા 800 તૂટી રૂપિયા 153000 થયો છે. જ્યારે સ્ટાન્ડર્ડ સોનું (99.5) 10 ગ્રામનો ભાવ રૂપિયા 800 ઘટી રૂપિયા 1,52,700 રહ્યો છે. અમદાવાદ ખાતે ચાંદીનો કીલો દીઠ ભાવ રૂપિયા 2000 ઘટી રૂપિયા 2,24,000 રહ્યો છે.

વિશ્વ બજારમાં સોના-ચાંદીના ભાવ

ઈન્ટરનેશનલ માર્કેટમાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. ન્યૂયોર્ક ખાતે સોનાનો ભાવ ઔંસદીઠ 27.83 ડોલર એટલે કે 0.66 ટકા ઘટી 4,167 ડોલર રહ્યા હતા. જ્યારે ચાંદીનો ઔંસદીઠ ભાવ 0.50 ડોલર એટલે કે 0.79 ડોલર ઘટી 60.48 ડોલર રહ્યા છે.

MCX ખાતે સોના-ચાંદીના ભાવ

મલ્ટી કોમોડિટી એક્સચેન્જ(MCX) ખાતે સોનાની કિંમત એક ટકા એટલે કે રૂપિયા 2000 ઘટી રૂપિયા 1,49,159 પ્રતી 10 ગ્રામ રહ્યા છે.જ્યારે ચાંદીનો ભાવ પ્રતી કીલો રૂપિયા 2500 તૂટી રૂપિયા 2,23,000 રહ્યા હતા. આ વર્ષના જાન્યુઆરી મહિનામાં ચાંદીનો ભાવ વિક્રમજનક રૂપિયા 4,20,048 પહોંચ્યા બાદ તે સ્તરેથી આશરે રૂપિયા 1.96 લાખ સસ્તી થઈ રૂપિયા 2,23,326 થયા છે.

HDFC સિક્યોરિટીઝના કોમોડિટી એનાલિસ્ટ સૌમિલ ગાંધીનુ કહેવુ છે કે વૈશ્વિક બજારમાંથી જે નબળા સંકેતો મળી રહ્યા છે તે ઉપરાંત ઘરઆંગણે રૂપિયો મજબૂત બનતા સોના-ચાંદી પર ભારે દબાણ જોવા મળે છે. તાજેતરમાં કિંમતો વધવાને લીધે ઘરેલુ બજારમાં ફિઝીકલ સોનાની ખરીદી નબળી રહી છે.