Gold Prices Bounce Back:સોનામાં આવ્યો પ્રત્યાઘાતી ઉછાળો;અમદાવાદ 10 ગ્રામ Gold રૂપિયા 800 વધ્યું

Gold Prices Bounce Back:વિશ્વ બજારમાંથી મળેલા સંકેતો વચ્ચે રોકાણકારોએ નીચે લેવલથી ખરીદી કરતાં સોનામાં છેલ્લા બે મહિનાની નીચી સપાટીથી પ્રત્યાઘાતી ઉછાળો આવ્યો હતો

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Wed, 30 Sep 2026 06:44 PM (IST)Updated: Wed, 30 Sep 2026 06:44 PM (IST)
gold-prices-bounce-back-price-of-10-grams-of-gold-surges-by-rs800-in-ahmedabad

Gold Prices Bounce Back:વિશ્વ બજારમાંથી મળેલા સંકેતો વચ્ચે રોકાણકારોએ નીચે લેવલથી ખરીદી કરતાં સોનામાં છેલ્લા બે મહિનાની નીચી સપાટીથી પ્રત્યાઘાતી ઉછાળો આવ્યો હતો અને રાષ્ટ્રીય રાજધાની દિલ્દી ખાતે સોનાનો 10 ગ્રામ દીઠ ભાવ રૂપિયા 700 વધી રૂપિયા 1.49 લાખ થયો હતો.

દિલ્હી ખાતે શુદ્ધ સોનું (99.9) છેલ્લા બે સેશનથી ચાલતી મંદીને બ્રેક લગાવી પ્રતી 10 ગ્રામ રૂપિયા 700 વધી રૂપિયા 1,49,300 થયો છે. જ્યારે ચાંદીનો કીલો દીઠ ભાવ સતત બીજા દિવસે સ્થિર રહ્યો હતો. આજે ચાંદીનો કિલો દીઠ ભાવ દિલ્હી ખાતે રૂપિયા 2.32 લાખ રહ્યો છે.બજારના નિષ્ણાતોએ જણાવ્યું હતું કે તાજેતરમાં સોનાના ભાવમાં જે તીવ્ર ઘટાડો થયો છે તેને પગલે નીચા લેવલથી વેલ્યૂ બાઇંગ નિકળી હતી. જોકે US ડોલરમાં સતત મજબૂત સ્થિતિ જોવા મળી રહી છે.  

આંતરરાષ્ટ્રીય બજારમાં હાજર સોનાનો ભાવ પ્રતિ ઔંસ 61.20 ડોલર એટલે કે 1.48 ટકા વધી 4,209 ડોલર રહ્યા છે, જ્યારે ઔંસદીઠ ચાંદીનો ભાવ 0.40 ડોલર એટલે કે 0.66 ટકા ગગડી 61.21 ડોલર રહ્યો છે.

અમદાવાદ ખાતે સોના-ચાંદીના ભાવમાં એકંદરે મિશ્ર હવામાન જોવા મળ્યું હતું. અમદાવાદ ચાંદીનો ભાવ ગગડ્યો હતો અને સોનાનો ભાવ વધ્યો હતો. અમદાવાદ ચાંદી કિલોનો ભાવ રૂપિયા એક હજાર ગગડી રૂપિયા 2,25,000 થયો છે. જ્યારે શુદ્ધ સોનું (99.9) 10 ગ્રામનો ભાવ રૂપિયા 800 વધી રૂપિયા 1,53,000 અને સ્ટાન્ડર્ડ સોનું (99.5) 10 ગ્રામનો ભાવ રૂપિયા 800 વધી રૂપિયા 1,52,700 રહ્યો છે.