Gold Silver Prices Today:અમદાવાદ ચાંદીમાં એક જ દિવસમાં રૂપિયા 8000 તૂટ્યાં, સોનાના ભાવ વધુ ગગડીને કેટલા થયા તે જાણો

અમદાવાદમાં આ સપ્તાહમાં છેલ્લા ચાર દિવસમાં ચાંદીમાં રૂપિયા 12000 ગગડી ગયા છે. દિલ્હી ખાતે પણ કિલોદીઠ ચાંદીનો ભાવ રૂપિયા 6000 ઘટી રૂપિયા 2,15,000 થયા છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Thu, 15 Oct 2026 09:33 PM (IST)Updated: Thu, 15 Oct 2026 09:38 PM (IST)
gold-price-slips-fourth-day-silver-tumbles-rupees-8000-per-kg-in-ahmedabad-bullion-market

Gold Silver Prices Today:ભારતીય બુલિયન માર્કેટ (Bullion Market)માં 15મી ઓક્ટોબરના રોજ સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો થયો છે. સોનામાં તો સતત ચોથા દિવસે મંદીનો માહોલ આગળ વધ્યો છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હી ખાતે શુદ્ધ સોનું પ્રતી 10 ગ્રામ રૂપિયા 900 ઘટી રૂપિયા 1,49,900 થયું છે.

જ્યારે અમદાવાદ શુદ્ધ સોનાનો ભાવ રૂપિયા 500 તૂટી રૂપિયા 1,50,500 થયો છે. ચાંદીમાં ભારે મંદી જોવા મળી છે. દિલ્હી ખાતે ચાંદીનો કિલોદીઠ ભાવ રૂપિયા 6000 તૂટ્યો છે, જ્યારે અમદાવાદ ચાંદીમાં એક દિવસમાં રૂપિયા 8000નો કડાકો બોલાયો છે. 

ચાંદીમાં રૂપિયા 8000નો કડાકો

અમદાવાદ ખાતે ચાંદીનો કીલો દીઠ ભાવ આજે એક જ દિવસમાં રૂપિયા 8000 તૂટી રૂપિયા 2,12,000 થઈ છે. અમદાવાદમાં આ સપ્તાહમાં છેલ્લા ચાર દિવસમાં ચાંદીમાં રૂપિયા 12000 ગગડી ગયા છે. દિલ્હી ખાતે પણ કિલોદીઠ ચાંદીનો ભાવ રૂપિયા 6000 ઘટી રૂપિયા 2,15,000 થયા છે. નબળી માંગ અને મજબૂતી રૂપિયાની અસર વચ્ચે ચાંદીના ભાવમાં સતત ધોવાણ જોવા મળી રહ્યું છે.

અમદાવાદ સોનાના ભાવમાં પીછેહેઠ

અમદાવાદ ખાતે સોના-ચાંદીના ભાવ સતત મંદી જોવા મળી છે. અમદાવાદ શુદ્ધ સોનું (99.9) 10 ગ્રામનો ભાવ રૂપિયા 500 ઘટી રૂપિયા 1,50,500, સ્ટાન્ડર્ડ સોનું (99.5) 10 ગ્રામનો ભાવ રૂપિયા 500 તૂટી રૂપિયા 1,50,200 રહ્યા હતા. છેલ્લા ચાર સેશનમાં અમદાવાદ સોનામાં રૂપિયા 2500નો ઘટાડો થયો છે.

Date (તારીખ) 24K Gold (10g) 22K Gold (10g)
Oct 15, 2026 150500 150200
Oct 14, 2026 151000 150700
Oct 13, 2026 ₹152500 ₹152200
Oct 12, 2026 ₹153000 ₹152700
Oct 08, 2026 ₹152500 ₹152200
Oct 07, 2026 ₹152,500 ₹152200
Oct 06, 2026 ₹153000 ₹152700
Oct 05, 2026 ₹153000 ₹152700
Oct 03, 2026 ₹152000 ₹151700
Oct 01, 2026 ₹153000 ₹152700

આંતરરાષ્ટ્રીય બજારમાં સોના-ચાંદીના ભાવ

આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદીમાં સારી એવી રિકવરી જોવા મળી છે. સોનાનો ઔંસ દીઠ ભાવ 1.62 ટકા એટલે કે 66.26 ડોલર વધી 4,153.19 ડોલર પર કામકાજ કરે છે. જ્યારે ચાંદીનો ઔંસદીઠ ભાવ 1.32 ડોલર એટલે કે 2.38 ટકા વધી 57.09 ડોલર રહ્યા છે.