Gold Silver Price Today:રેકોર્ડ લેવલથી સોનું 5 ટકા તૂટ્યું, ચાંદીમાં પણ મંદીનો માહોલ, વિશ્વ બજારમાં ભાવ કેટલા થયા

સોના અને ચાંદીના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ક્રુડ ઓઈલની ઊંચી કિંમતો, મોંઘવારીની ચિંતા અને અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરોને લઈ અનિશ્ચિતતા વચ્ચે સોના ચાંદીની કિંમતોમાં દબાણ જોવા મળી રહ્યું છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Tue, 27 Oct 2026 09:29 AM (IST)Updated: Tue, 27 Oct 2026 09:54 AM (IST)
gold-drops-5-per-cent-from-record-levels-silver-also-faces-a-downturnwhat-are-the-prices-in-the-global-market

Gold Silver Price Today: આંતરરાષ્ટ્રીયબજારમાં 27 ઓક્ટોબરના રોજ સોના અને ચાંદીના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ક્રુડ ઓઈલની ઊંચી કિંમતો, મોંઘવારીની ચિંતા અને અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરોને લઈ અનિશ્ચિતતા વચ્ચે સોના ચાંદીની કિંમતોમાં દબાણ જોવા મળી રહ્યું છે. ઓક્ટોબર મહિનામાં રેકોર્ડ સ્તર પરથી સોનું આશરે 5 ટકા ઘટી ગયું છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમતી ધાતુમાં કેટલો થયો ઘટાડો

Comex પર સોનું પ્રતી ઔંસ 4,029.70 ડોલર થયું છે. તેમાં 8.70 ડોલર એટલે કે 0.22 ટકા ઘટાડો થયો છે. ચાંદી પણ 54.180 ડોલર પ્રતિ ઔંસ પર છે. તેમાં 0.161 ડોલર એટલે કે આશરે 0.30 ટકા ગગડ્યું છે.

ક્રુડ ઓઈલની ઊંચી કિંમતો વચ્ચે મોંઘવારીની ચિંતા

ક્રુડ ઓઈલની કિંમતો ઊંચા લેવલ પર જોવા મળી રહી છે. મંગળવારે બ્રેન્ટ ક્રુડનો ભાવ આશરે 115 ડોલર પ્રતિ બેરલ પર કામકાજ કરે છે. અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે યુદ્ધને લીધે ઊર્જા સપ્લાઈમાં અવરોધની ચિંતા જોવા મળી છે. તેનાથી મોંઘવારી વધવાની દહેશત પર નજર રાખવામાં આવી રહી છે. બ્રેન્ટ ક્રુડના 110 ડોલર પ્રતિ બેરલથી ઉપર મોંઘવારીની ચિંતા વધી રહી છે અને અમેરિકા ફેડરલ રિઝર્વના આગામી બેઠકને લઈ બજારની આશા પર અસર થઈ રહી છે.

વ્યાજ દરોની અસર

ક્રુડ ઓઈલની ઊંચી કિંમતોને લીધે મોંઘવારી વધવાની દહેશતને લીધે મધ્યસ્થ બેન્ક વ્યાજ દરોમાં ઘટાડો કરવા અંગે સાવધાન થઈ શકે છે. સોનું વ્યાજ આપતું નથી આ સંજોગોમાં વ્યાજ દર અને બોન્ડ યીલ્ડ ઊંચી રહે છે તો સોનામાં રોકાણ ઓછું આકર્ષક બની શકે છે.